અમદાવાદના જૈન સમાજના 72 દીક્ષાર્થીઓ દીક્ષા ગ્રહણ કરશે

અમદાવાદમાં 24 ઓક્ટોબરે એક અદ્ભુત પ્રસંગ બનવા જઈ રહ્યો છે. એ પ્રસંગ એટલે 72 દીક્ષાર્થીઓની વર્ષીદાન યાત્રાના સાક્ષી બનવાનો. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા અમદાવાદ શહેરના જૈન સમાજના લોકો જ નહીં, સમ્રગ હિંદુ સમાજના લોકો ઉત્સુક્તાથી પ્રતીક્ષા કરી રહ્યા છે.

આ પ્રસંગ પૂજ્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય યોગતિલક સૂરિશ્વરજી મહારાજ, પૂજ્ય તપોરત્નસૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા સમારોહ યોજાવાનો છે. આ દીક્ષા કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદમાં 24 ઓક્ટોબરે ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળશે.

આ યાત્રા સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચશે. અહીંથી તલાવડી થઇ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે.પટેલ હોલ સુધી યોજાશે. 27 ઓક્ટોબરે પણ આ તમામ દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો હિંમતનગર શહેરમાં યોજાશે. આ કાર્યક્રમના ભાગરૂપે મુમુક્ષોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળીને આમંત્રણ પાઠવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *