પાકિસ્તાની સેનાનો ખોટો દાવો: ભારતીય સબમરીનને પાકિસ્તાની પાણીમાં પ્રવેશતું અટકાવ્યું

પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે ભારતીય સબમરીનને તેની દરિયાઈ સીમાની અંદર દાખલ થતાં રોકી છે. પાકિસ્તાને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના 16 ઓક્ટોબરના રોજ બની હતી.

તેમના જણાવ્યા મુજબ પાકિસ્તાની નૌકાદળે ભારતીય સબમરીનની પાકિસ્તાનની દરિયાઈ સીમામાં પ્રવેશતા રોકી હતી. પાકિસ્તાની નૌકાદળ તેની દરિયાઈ સીમા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ દ્વારા આ પ્રકારનો ત્રીજો પ્રવાસ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની નૌકાદળના લાંબી રેન્જના મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ દ્વારા ભારતના તેની દરિયાઈ સીમા ઓળંગવાના પ્રયાસને ત્રીજી વખત અવરોધવામાં આવ્યો છે.

ભારતીય નૌકાદળના પૂર્વ પ્રવક્તા કેપ્ટન ડી કે શર્માએ સબમરીનની વાસ્તવિક સ્થિતિ જણાવી છે. તેમણે કહ્યું છે કે કોઓર્ડિનેટ બતાવે છે કે જ્યારે વીડિયો બનાવવામાં આવ્યો ત્યારે ભારતીય સબમરીન આંતરરાષ્ટ્રીય પાણીમાં હતી. આનાથી પાકિસ્તાનનો દાવો ખોટો સાબિત થાય છે. 

તે જરૂરી નથી કે પાકિસ્તાને ત્યાં માત્ર ભારતીય સબમરીન જ જોઈ હોય. કેપ્ટન ડી કે શર્માએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, મકરાણ કિનારે 200 નોટિકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય જળમાં સબમરીનને ક્યારે અને કેવી રીતે અટકાવવામાં આવી તે જાણવા તેઓ ઉત્સુક છે. બીજું એ જરૂરી નથી કે અરબી સમુદ્રમાં હાજર સબમરીન માત્ર ભારતની જ હોવી જોઈએ.

સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શનના સમુદ્રી કાયદા મુજબ કોઈપણ દેશના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં કોઈપણ બીજો દેશ કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી વગર આ પ્રકારની પ્રવૃત્તિઓને અંજામ આપી શકતો નથી. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં કિનારાના દેશોના બધા પ્રાકૃતિક સંસાધનાનું સંશોધન, દોહન, સંરક્ષણ અને મેનેજમેન્ટનો અધિકાર પ્રાપ્ત હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *