ફાયર સેફટી એકટની જોગવાઈઓ મુજબ ફાયર એન.ઓ.સી.રિન્યુ કરવા મામલે વારંવાર નોટિસ આપવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા બુધવારે ફાયર વિભાગે પ્રગતિ રેસ્ટોરન્ટ,કૃષ્ણનગર, ન્યુ નરોડાની પેટ્રોન રેસ્ટોરન્ટ, કૃષ્ણનગરની સ્પ્રેન્ઝા પિઝા, નરોડાની મયુર રેસ્ટોરન્ટ, પેલેટ રેસ્ટોરન્ટ, કૃષ્ણનગરની નવજીવન રેસ્ટોરન્ટ, અસલાલીની પટેલ રેસ્ટોરન્ટને સીલ કરી છે.
ઉપરાંત નારણપુરાના એલન કેરીયર ઈન્સ્ટીટયુટના સ્ટેડિયમ રોડ અને નારણપુરા ક્રોસીંગ ખાતે ચાલતા ટયુશન કલાસીસને સીલ કર્યા છે.
અમદાવાદ ફાયર વિભાગે દિવાળી પૂર્વે સાત હોટલો ઉપરાંત બે ટયુશન કલાસીસને સીલ કરવામાં આવ્યા છે.ઉપરાંત ૨૪ હોટલોને કલોઝર નોટીસ આપી છે.