ગુજરાત હાઇકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે સરકાર અને AMC ને પૂછયા વેધક પ્રશ્નો

ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહિ ની સુનાવણીમાં હાઇકોર્ટે સરકાર અને અમદાવાદ એ.એમ.સી ને તીખો સવાલ કર્યો હતો કે સાબરમતી નદીને પ્રદૂષિત કરનારાંઓ સામે કાર્યવાહી કરવામાં તંત્ર આટલું લાચાર શા માટે છે?

સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રશ્ન કર્યો હતો કે આવી રીતે પ્રદૂષણ કરનારો સામે કાર્યવાહી કરતા તંત્રને કોણ રોકી રહ્યું છેતંત્રની વૈધાનિક જવાબદારી અને સામાન્ય નાગરિકો પ્રત્યેની જવાબદારી છે કે તેઓ આ પ્રદૂષણ અટકાવી કાર્યવાહી કરે. જો તંત્ર નક્કર કાર્યવાહી નહીં કરે તો પછી કોર્ટને કોઇ કડક પગલાં ઓ લેવાની ફરજ પડશે. 

હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આ લોકોની આ બેદરકારી બદ્દલ અમે એમને સસ્પેન્ડ કરીશું. આ પ્રકારની બેદરકારી ચલાવી લેવાય નહીં, સાથે જ ગેરકાયદે કનેક્શન પાઇપ લાઇનમાં જોડી દેવામાં આવે છે એ બાબતે પણ ટકોર કરતા હાઈકોર્ટે કહ્યું કે આવી પાઇપ લાઇનના કનેક્શન કેમ તાત્કાલિક કાપી શકાતા નથી.

ઉત્તરાખંડમાં આવેલા પૂરનું દષ્ટાંત આપી કોર્ટે કહ્યું હતું કે કુદરત આપણને માફ કરવાની સ્થિતિમાં નથીતેથી જેટલું બને તેટલું પ્રદૂષણ રોકવાનો પ્રયત્ન કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *