પીએમઓ દ્વારા ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. ટ્વીટમાં લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 કલાકે દેશને સંબોધિત કરશે.
રસીકરણના 100 કરોડ ડોઝનો આંકડો ગુરુવારે પાર કરીને એક નવો ઈતિહાસ ભારતે રચયો છે. આ અવસર પર વડાપ્રધાન આજે દેશને સંબોધન કરવાના છે. પીએમ મોદીના સંબોધનમાં, કોવિડ રસીકરણ અંગે દેશના પરિશ્રમ ઉપર વાત થઈ શકે છે. આ સાથે, પ્રધાનમંત્રી કોવિડ સંબંધિત મુશ્કેલીઓ વિશે દેશવાસીઓને સંબોધિત પણ કરી શકે છે.આ તમામ બાબતો ને લઈને પીએમ શ્રી આજે 22 મી ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે દેશને સંબોધન કરશે.