મીડિયાના એક અહેવાલ મુજબ, હિન્દી ફિલ્મ ઉદ્યોગના હોટ ફેવરીટ કપલ અને વર્તમાન યુગના બે મોટા સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ નવી ટીમો માટે બિડ કરવા જઈ રહ્યા છે. બંને કલાકારો ફિલ્મોમાં તેમના કામની સાથે રમતગમતના ચાહક છે.
હજુ સ્પષ્ટ નથી કે આ દીપિકા અને રણવીર ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે તેમના પોતાના દમ પર અથવા, અન્ય કેટલાક હિસ્સેદારો સાથે મળીને બોલી લગાવી રહ્યા છે. IPL સાથે બોલીવુડનું મજબૂત જોડાણ છે. સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાન(Shahrukh khan) અને પ્રખ્યાત અભિનેતા જુહી ચાવલા(Juhi Chawla) 2008 થી કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક છે.
આ ઉપરાંત પ્રીતિ ઝિન્ટાએ( Priti Zinta) વાડિયા ગ્રુપ અને ડાબર ગ્રુપ સાથે મળીને 2008 માં જ પંજાબ કિંગ્સ (શરૂઆતમાં કિંગ્સ ઇલેવન પંજાબ) ફ્રેન્ચાઇઝી ખરીદી હતી અને ત્યારથી તે ભાગીદાર છે. આવી સ્થિતિમાં શું આઈપીએલને ફિલ્મ ઉદ્યોગમાંથી ત્રીજો માલિક મળશે? 25 ઓક્ટોબરે દુબઈમાં નિર્ણય લેવામાં આવશે, જ્યારે બે નવી ફ્રેન્ચાઈઝીની જાહેરાત કરવામાં આવશે.