યોગાસનને પ્રોત્સાહન આપવા થયા MoU, 1 લાખ લોકોને યોગ ટ્રેનર બનાવવાનો ધ્યેય

ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન (Gujarat Yogasan Sports Association) અને ગુજરાત યોગ બોર્ડ (Gujarat Yoga Board) વચ્ચે કરાર (MoU) થયા હતા. રાજ્યના દરેક જિલ્લામાં યોગાસન એકેડમીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ કરાર કરવામાં આવ્યા હતા. જોકે, આ MoUનો કાર્યક્રમ કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયામાં (Transstadia of Kankaria) યોજાયો હતો. આનો મૂળ હેતુ ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન (Gujarat Yogasan Sports Association) દ્વારા તમામ ટેક્નિકલ મદદ મળી રહે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (Gujarat Yoga Board) ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગાસન ટ્રેનર તૈયાર કરી શકાય અને યોગાસનને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી શકાય.

ગુજરાત ભારતનું પ્રથમ અને એક માત્ર રાજ્ય છે, જે યોગ માટે સૌથી વધુ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. આ MoU અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોગાસન ટ્રેનર નિમશે. યોગાસન કોચની પણ નિમણૂક કરશે અને યોગ કોચને તાલીમ આપશે. દરેક યોગ કોચ હેઠળ 100 યોગ ટ્રેનર નિમવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું અત્યારે એક લાખ લોકોને યોગ ટ્રેનર બનાવવાનું અને 25,000 યોગ વર્ગો શરૂ કરવાનું લક્ષ્યાંક છે.

ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ ઉદિત શેઠે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની એકેડમીમાં યોગાસન વિકાસ માટે આ એક મોટું પ્રોત્સાહન છે. કારણ કે, રમતવીરોને ગુણવત્તાયુક્ત માળખાગત તાલીમ મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવવા જરૂરી છે. વિશ્વ કક્ષાના યોગાસન રમતવીરોના વિકાસમાં વધુ સારા સંશાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *