સૂત્રોના કહેવા પ્રમાણે બહુ જલદી ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવા અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાધી સાથે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ મુલાકાત કરી છે. જેમાં ગુજરાતના નવા કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી તેમજ પાર્ટીમાં સંગઠનની સ્થિતિ સહિતના મુદ્દાઓ પર વાત થઈ હતી.
હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી સાથે રાહુલ ગાંધીએ બેઠક પૂર્ણ કરી લીધા બાદ રાહુલ ગાંધીએ બીજા નેતાઓ સાથે બેઠક કરી. રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસનું માળખું કેવું હશે અને કેવું હોવું જોઈએ, એ બાબતે ગુજરાતના નેતાઓના મતો લઈ રહ્યા છે. બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ રાહુલ ગાંધી સમક્ષ હાજર રહ્યાં હતાં.
બેઠકમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક, ચૂંટણીની તૈયારીઓ તેમજ પાર્ટીમાં સંગઠનની સ્થિતિને લઈને ચર્ચા થઈ છે. આવનારા સમયમાં નવા અધ્યક્ષની નિમણૂંક થશે તેવી આશા છે.