કેન્દ્રએ જાહેર ક્ષેત્રની બેંકોને નાણાકીય ધિરાણ, પેન્શન અને વીમા કવરેજના લક્ષ્યને ઝડપી બનાવવા અને તહેવારોની સીઝનમાં કસ્ટમરોને વધુ લોન આપવા ફિનટેકનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
લોન મેળા નવેમ્બરમાં શરૂ થઇ શકે છે. સરકાર દ્વારા નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ અને માઇક્રો ક્રેડિટ સંસ્થાઓ સાથે સહ-ધિરાણ કરાર સુધીનું લક્ષ્ય આપવામાં આવ્યું છે.
બેંકો પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જેમણે મતદાર યાદીમાંથી ૨૧ વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય જેમની પાસે બેંક ખાતું નથી, એવા લોકોના ખાતા ખોલશે.બેંકોને ૪૦ વર્ષ સુધીની ઉંમરની ઓળખ કરવા અને તેમને જીવન જ્યોતિ વીમા, પીએમ સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના હેઠળ લાવવા માટે કહેવામાં આવ્યું છે.
જાહેર ક્ષેત્રની બેંકોને પીએમ-કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોની ઓળખ કરવા અને તેમને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે કહેવામાં આવ્યું છે.