મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ના(MGVCL)એમ. ડી. તુષાર ભટ્ટે માહિતી આપી છે કે ગુજરાત રાજ્યના તમામ ગ્રાહકોની વીજ જરુરિયાત(Power need)પૂરી પાડવા માટે રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠાની(Power Supply)ગોઠવાઈ કરવામાં આવી છે.રાજ્યમાં વીજ કાપની કોઈ સ્થિતિ આવવાની નથી.લોકો અફવાઓથી પ્રેરાય ને ખોટા રસ્તે ના દોરાય તેમ તેઓએ કહ્યું હતું.
વધુ મા તેમણે જણાવ્યું હતું કે વીજ ઉત્પાદન માટે રાજ્યમાં કોલસાની કોઈ ખોટ નથી.કોલસા આધારિત વીજ મથકોમાં પૂરતા પ્રમાણમાં કોલસો છે જ.પરંતુ તહેવારોને કારણે વીજ વપરાશમાં વધારો અને ચોમાસાના કારણે કોલસાની અછતને કારણે આ પરિસ્થતિ ઊભી થઈ છે.તેમ છતાં રાજ્યમાં કોઈ વીજ કાપ આપવામાં આવ્યો નથી.
રાજ્યમાં વીજ કાપ અંગે ની અને તીવ્ર અછત વાળી અફવાઓથી ગેરમાર્ગે ન પ્રેરાવા તેમણે વીજ ગ્રાહકોને સંદેશો આપ્યો છે.