ગુજરાત વાહન વ્યવહાર વિભાગે નાગરિકો ને સફરમાં મુશ્કેલીઓ ન થાય તે માટે વધારાની એસટી બસો દોડાવાનો નિણર્ય લીધો છે. જોકે તે માટે મુસાફરોએ 25 ટકા ભાડું વધુ ચૂકવવું પડશે. એસટી વિભાગે આ વર્ષે પણ તહેવારને અનુલક્ષીને 1200 વધુ બસો ઉતારવાનું નક્કી કર્યુ છે.
આ બસો 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ચાલશે. જેમાં સૌથી વધુ સુરત વિભાગની 1200 જયારે અમદાવાદ વિભાગની દૈનિક 150 બસો વધારાની દોડાવવામાં આવશે. ખાનગી બસ સંચાલકો તહેવારોના સમયમાં ભાડા ડબલ કરી દેતા હોય છે.ત્યારે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાની નિર્ણયથી ખાનગી ટ્રાવેલ્સ બસોના ભાડા જરૂર થી અંકુશમાં આવશે.