અમિત શાહ કલમ 370 હટાવ્યા બાદ, જમ્મુ-કાશ્મીરની પહેલી મુલાકાતે

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 (jammu kashmir 370) પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કેન્દ્ર શાસિત પ્રદેશની (Amit Shah Jammu Kashmir Visit) આ પ્રથમ મુલાકાત છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાજ્યમાં આતંકવાદની ઘટનાઓ ઘટી છે. પથ્થરમારાની ઘટના ગાયબ થઈ ગઈ છે. તેમણે કટ્ટરપંથીઓને ચેતવણી આપી હતી કે, જે લોકો રાજ્યની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીર ધાટીની પ્રથમ મુલાકાતે શ્રીનગર પહોંચેલા અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, “કાશ્મીરના યુવાનોને તક મળવી જોઈએ, તેથી યોગ્ય સીમાંકન થશે. સીમાંકન બાદ ચૂંટણી પણ યોજાશે અને જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. મેં દેશના સંસદમાં આ જ રોડમેપ મૂક્યો છે. હું કાશ્મીરના યુવાનો સાથે મિત્રતા કરવા આવ્યો છું.”

શનિવારે, તેમની મુલાકાતના પ્રથમ દિવસે, કેન્દ્રીય ગૃહમંત્રી આ મહિનામાં જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સૈનિકો અને નાગરિકોના પરિવારોને મળ્યા હતા. અમિત શાહની ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા
અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતના પ્રથમ દિવસે શનિવારે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.આ બેઠકમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહા, નાગરિકો, સૈન્ય, અર્ધલશ્કરી દળો, કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકારની ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સુરક્ષા દળો દ્વારા આતંકવાદ વિરોધી અને ઘુસણખોરી વિરોધી પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

શાહે બેઠક બાદ ટ્વીટમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે જમ્મુ અને કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે આતંકવાદ અને ઘૂસણખોરીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. બાદમાં સાંજે, શાહે શેખ ઉલ-આલમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીનગરથી શારજાહ સુધીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓને લીલી ઝંડી આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *