સૌરાષ્ટ્રમાં સફેદ દૂધનાં કાળા કારોબાર બાદ નકલી ઘી નો ધંધો પૂર બહાર ખીલ્યો છે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરી ભેળસેળ વાળા ઘીનો મોટો વેપાર કરવામાં આવી રહયો છે.
નકલી ઘી નાં વેપારમાં રાજકોટ જિલ્લાનું ગોંડલ શહેર હબ બન્યુ છે ટુંકા ગાળામાં જ ગોંડલમાંથી ડુપ્લીકેટ ઘી નો મોટો જથૃથો ઝડપાયો છે. એક પેઢી પર દરોડા દરમિયાન આશરે ૪૫ લાખનો નકલી ઘી નો જથૃથો જપ્ત કરવામાં આવ્યો છે.
ગોંડલ અને આસપાસનાં ઈન્ડસ્ટ્રીયલ એરીયામાંથી દસેક દિવસ પહેલા જ ડુપ્લીકેટ ઘી ની એક ફેકટરી પકડી પાડવામાં આવી હતી અને આશરે રૂ. 7 લાખનો જથૃથો સીઝ કરવામાં આવ્યો હતો
દરમિયાન ગઈકાલે માલધારી હોટલ પાછળ આવેલી શ્રી રામ ફેટ અને પ્રોટીન નામની એક પેઢી પર ફૂડઝ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી ગાયનાં ઘી નાં ૫૦૦ એમએલ, ૧ લીટર , ર લીટર અને ૧પ કિલોનાં લુઝ ઘી અને પેકીંગનાં મળી આઠ સેમ્પલ લેવાયા હતા. 3 સેમ્પલ એડલ્ટરન્ટ, બે પામ અને ફલેવરનાં એક સેમ્પલ પણ લેવાયા હતા.
ફૂડઝ વિભાગનાં અિધકારીઓનાં જણાંવ્ય મુજબ ભેળસેળની શંકાનાં આધારે ૧૨૭00 લીટર ઘી નો જથૃથો સીઝ કરવામાં આવ્યો છે જેની કિંમત આશરે રૂ. ૪પ લાખ થાય છે. સેમ્પલને લેબમાં ચકાસવા માટે મોકલવામાં આવ્યા છે. ગોંડલ અને આસપાસનાં એરીયામાં નકલી ઘી ની કેટલીક ફેકટરીઓ ધમ ધમી રહી હોવાનું સામે આવી રહયુ છે.
કેટલાક લોકો ખંભાળીયાનાં ઘી નાં નામે પણ છેતરપિંડી કરતા હોવાની ફરિયાદો વધી રહી છે આવી સ્થિતિમાં લોકોને સસ્તાની લાલચમાં ન આવી ભરોસાપાત્ર સ્થળેથી દૂધ – ઘી ખરીદવા આ ઉધોગ સાથે જોડાયેલા અપીલ કરી રહયા છે.