IND vs PAK: પાકિસ્તાન સામે 10 વિકેટે ભારતની શરમજનક હાર

આઈસીસી ટી20 વિશ્વકપના સુપર-12 મુકાબલામાં ભારતને 10 વિકેટે પરાજય આપીનેપાકિસ્તાને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. આ સાથે પાકિસ્તાનની ટીમ વિશ્વકપના ઈતિહાસમાં ભારતને પ્રથમવાર હરાવવામાં સફળ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 18 ઓવરમાં વિના વિકેટે 152 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી છે.
આઈસીસી ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન પ્રથમવાર ભારત સામે જીતવામાં સફળ રહ્યું છે. આ પહેલા બંને ટીમો પાંચ વખત આમને-સામને ટકરાય હતી. પરંતુ ક્યારેય પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી શકી નહોતી. પરંતુ આજે પાકિસ્તાને જૂના રેકોર્ડને પાછળ છોડતા ભારતને પરાજય આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *