એઇમ્સને ગેરકાયદેસર રીતે બરતરફ કરવા બદલ પોતાના કર્મચારીને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ દિલ્હી હાઇકોર્ટે આપ્યો છે. અરજકર્તાના જણાવ્યા અનુસાર તેને ગેરકાયદે ટર્મિનેટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે લેબર કોર્ટમાં ગયો હતો. 80ના દાયકામાં ડ્રાઇવર તરીકે ભરતી કરવામાં આવેલા રાજ સિંહને પેન્શન પેટે દર મહિને 19,900 રૂપિયા પણ ચુકવવામાં આવશે.
અરજકર્તા એ કરેલ અરજીમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર, 1988માં લેબર કોર્ટે પણ સ્વીકાર્યુ હતું કે તેમને ગેરકાયદેસર રીતે બરતરફ કરવામાં આવ્યા છે. લેબર કોર્ટના આદેશને વિવિધ ઓથોરિટી સમક્ષ પડકારવામાં આવ્યો હતો. અંતે એઇમ્સ દ્વારા દાખલ સ્પેશિયલ લીવ પિટીશન(એસએલપી)ને સુપ્રીમ કોર્ટે 3 જૂન, 2016ના રોજ ફગાવી દીધી હતી. અરજકર્તાએ વકીલ બી ટી કૌલ વતી વિવિધ ઓથોરિટીઓને કાયદાકીય નોટિસ પાઠવીને રકમ ચુકવવા જણાવ્યું હતું પણ એઇમ્સએ રકમ ચુકવી ન હતી. ત્યારબાદ અરજકર્તાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આખરે, હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પ્રતિભા એમ સિંહે 4 ડસિમ્બર, 1998થી 31 ઓક્ટોબર, 2016 સુધીના પગાર પેટે 50,49,079 રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત દર મહિને 19,900 રૂપિયા પેન્શન પેટે પણ ચુકવવાનો આદેશ આપ્યો છે.