એપ્રિલ, 2021માં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ‘દાદા સાહેબ ફાળકે અવોર્ડ’ની જાહેરાત કરી હતી. સુપરસ્ટાર રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ આજ રોજ સોમવાર, 25 ઓક્ટોબરના આપવામાં આવશે.
રજનીકાંતે કહ્યું હતું, ‘હું ઘણો જ ખુશ છું કે મને દાદા સાહેબ અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મને ક્યારેય આશા નહોતી કે મને આ અવોર્ડ મળશે. મને દુઃખ છે કે જ્યારે મને આ અવોર્ડ મળશે ત્યારે કેબી સર (કે બાલચંદર) જીવિત નથી.’ મીડિયા રિપોર્ટ પ્રમાણે, રજનીકાંત દિલ્હીમાં આયોજિત થનારા અવોર્ડ ફંક્શનમાં સામેલ થશે. આ અવોર્ડ સેરેમની 3 મેના રોજ યોજાવાની હતી. જોકે, કોરોનાને કારણે અવોર્ડ ફંક્શન થઈ શક્યું નહોતું.
45 વર્ષની કારકિર્દીમાં રજનીકાંતે હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ મળીને કુલ 209 ફિલ્મોમાં કામ કર્યું છે. તે બે ફિલ્મોના રાઈટર અને પ્રોડ્યુસર પણ રહ્યા છે. દાદા સાહેબ ફાળકે અવોર્ડ ફિલ્મ જગતમાં ભારતમાં અપાતો સર્વોચ્ચ અવોર્ડ છે.