કાજુ કા કમાલ: ભરપુર પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન Bનો છે ભંડાર

સફેદ, સ્વાદમાં ક્રીમી અને આકારમાં કિડની જેવા દેખાતા કાજુ ખાવામાં જેટલા ટેસ્ટી હોય છે, તેટલા જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.  પ્રોટીન, ખનીજ, આયર્ન, ફાઈબર, ફોલેટ, એન્ટિઓક્સિડન્ટ, મિનરલ, વિટામિન્સ અનેં કેલ્શિયમથી ભરપૂર કાજુ સ્વાસ્થ્ય ,માટે ફાયદાકારક છે. જો કે, ઘણા લોકોને કાજુ ના ખાવાની સલાહ પણ આપવામાં આવે છે.

કાજુના ફાયદાઓ
1. પ્રેગ્નન્ટ મહિલાઓ માટે લાભદાયક
​​​​​​​પ્રેગ્નન્ટ મહિલાઓ માટે કાજુ ખૂબ સારા છે. તે ખાવાથી ગર્ભમાં રહેલા ભ્ર્રૂણને દરેક પોષક તત્ત્વો મળી જાય છે. આ બાળકોમાં પોષણ અને મગજના વિકાસ માટે જરૂરી હોય છે. પ્રેગ્નન્ટ મહિલાઓ રોજ 10 કાજુ ખાઈ શકે છે.

2. સ્ફૂર્તિલા રાખે
કાજુ એનર્જીની સારો સ્ત્રોત છે. તે શરીરને એનર્જેટિક રાખે છે. જો વાત-વાતમાં તમારો મૂડ ખરાબ થઈ જતો હોય તો 2-3 કાજુ ખાવાથી આ તકલીફથી છૂટકારો મળશે.

3. મેમરી પાવર વધે છે
કાજુ વિટામિન Bનો ખજાનો હોય છે. સવારે ભૂખ્યા પેટ કાજુ ખાધા પછી મધ પીવાથી મેમરી પાવર શાર્પ બને છે. કાજુ ખાવાથી બ્લડ પ્રેશરની તકલીફમાં રાહત મળે છે સાથે જ યુરિક એસિડ બનવાનું બંધ થઈ જાય છે.

4. ત્વચા અને વાળ માટે સંજિવની
​​​​​​​કાજુમાં ભરપૂર પ્રોટીન હોય છે. તે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. કાજુ ખાવાથી સ્કિન ગ્લો કરે છે. સૌંદર્ય વધારવા માટે ઘરેલુ નુસ્ખામાં વપરાય છે.

5. બ્લડની ઊણપ પૂરી થાય છે
આ આયર્નનો સારો સ્ત્રોત છે. આથી જે લોકોમાં બ્લડની અછત હોય તેઓ રોજ કાજુ ખાઈ શકે છે.

નીચે જણાવેલ લોકો એ કાજુ ના ખાવા જોઈએ:

  • માથાનો દુખાવો કે માઈગ્રેનના રોગીએ કાજુ ના ખાવા જોઈએ. કાજુમાં હાજર એમિનો એસિડ માથામાં દુખાવો શરૂ કરી શકે છે.
  • જે લોકોને પથરી હોય તેમણે કાજુ ના ખાવા જોઈએ. આ ખાવાથી પથરીની તકલીફ વધી શકે છે.
  • જો વજન ઓછું કરવું હોય તો કાજુ ના ખાવા જોઈએ. 3-4 કાજૂમાં આશરે 163 કેલરી અને 13.1 ફેટ હોય છે. વધારે કાજુ ખાવાથી વજન વધે છે.
  • ડાયાબિટીસ, થાઈરૉઈડ અને પેશાબ સંબંધિત તકલીફની દવા ખાતા હો તો કાજુ ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ લો.
  • જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે, તેમણે કાજુ ના ખાવા જોઈએ કારણકે તેમાં રહેલું સોડિયમ બ્લડ પ્રેશર વધારી શકે છે.
  • મહિલાઓએ મેનોપોઝ દરમિયાન કાજુ ના ખાવા જોઈએ. કાજુની તાસીર ગરમ હોય છે. તેને લીધે હોટફ્લેશ એટલે કે વધારે ગરમી થઈ શકે છે.
  •  રોજ 4થી 5 કાજુ જ ખાવા જોઈએ. વધારે સેવન પણ સ્વાસ્થ્ય માટે સારું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *