IPL 2022 માં કુલ દસ ટીમોએ ભાગ લેવાનો છે, આજે બે નવી ટીમોની બોલી લગાવવામાં આવી રહી છે. થોડા સમયમાં બે નવી ટીમોની જાહેરાત થઈ શકે છે.
BCCI અને IPL ના તમામ અધિકારીઓ દુબઈમાં હાજર છે, તમામ બિડિંગ ગ્રુપ અને કંપનીઓ પણ અહીં છે. માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ, લખનૌ અથવા
ઈન્દોરમાંથી બે નવી ટીમો પસંદ કરવામાં આવી શકે છે.
કઈ ટીમોને મળી શકે તક?
માનવામાં આવી રહ્યું છે કે આ વખતે અમદાવાદ અને લખનૌ જેવી ટીમોને IPLમાં સ્થાન મળી શકે છે. બંને શહેરોની નજીક પોતાનું સ્ટેડિયમ
અને આઈપીએલની ફેન ફોલોઈંગ પણ આ વિસ્તારમાં વધારે છે, તેથી તમામ બાબતોને જોતા તેમની તકો વધુ વધી રહી છે.
અહેવાલો અનુસાર, સૌથી મોટી બોલી માન્ચેસ્ટર યુનાઇટેડ દ્વારા કરવામાં આવી છે. જોકે, બીસીસીઆઈ દ્વારા હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.
માનવામાં આવી રહ્યું છે કે સોમવારે મોડી સાંજ અથવા મંગળવાર સુધીમાં IPLની નવી ટીમોના નામની જાહેરાત કરવામાં આવશે.
ટીમ ખરીદવાની રેસમાં કોણ છે?
IPL ની બે નવી ટીમો ખરીદવા માટે ઘણા નામ સામે આવ્યા છે. આરપીએસજીના સંજીવ ગોયન્કા, માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલી, નવીન જિંદાલ,
અદાણી ગ્રુપ, કોટક ગ્રુપ, સીવીસી પાર્ટનર્સ, ગ્રુપ-એમ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિત અનેક નામો નવી ટીમ ખરીદવાની રેસમાં છે.