અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામા આવેલી પાર્કીગ પોલીસીને સરકારે મંજુરી આપી દીધી છે, આગામી દિવસોમા AMC દ્વારા પાર્કીગ માટેના વિવિધ દર નક્કી કરાશે જેથી શહેર વાહન પાર્ક કરવું લોકો ને મોંઘું પડશે
શું છે નવી પાર્કિગ પોલિસીમાં
- વિસ્તાર પ્રમાણે પાર્કિંગ ચાર્જ
- વાહનોના પ્રકાર પ્રમાણે ચાર્જ
- અમુક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવા
- પે એન્ડ પાર્ક વધારવા
- કોઇ પણ વ્યક્તી રોડ પર પાર્ક કરે તો પાર્કિંગ ચાર્જ લેવામાં આવશે
- ઇલેક્ટ્રિક વાહનો વધારવા પણ મનપાના પ્રયાસો શરૂ
- ઇલેક્ટ્રિક વાહનોને 3 વર્ષ સુધી નહી ચુકવવો પડે પાર્કિંગ ચાર્જ
- સોસાયટી બહાર વાહન પાર્ક કરતા માલિકોને ચાર્જ ચુકવવો પડશે
થોડા સમય પહેલા કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પોલીસી નો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને વાધા સુચનો મંગાવાયા હતા , અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તા.24 એપ્રિલ 2021ના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાર્કિંગ પોલિસીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અંગે વર્તમાન પત્રોમાં જાહેર ખબર આપવામાં આવી હતી સાથે પાર્કિગ પોલીસનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતુ. અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 460 હેઠળ જનતાના વાંધા સુચનો મેળવવા માટે પાર્કિગ પોલિસીની દરખાસ્તનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
કઈ રીતે પોલિસી અમલમાં આવશે
- આ પોલીસી માટે મનપા દ્વારા એક સેલ બનાવવામાં આવશે
- જેમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓના અધિકારી પણ હશે
- આ સેલ પાર્કિંગ પોલીસી ઘડી તેને અમલમાં મુકશે
વિપક્ષે પાર્કીંગ પોલીસીનો વિરોધ કર્યો છે.પુર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ જણાવ્યુ છે કે પાર્કીંગ પોલીસી નામે લોકોને લુટવામા આવશે. ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામ કાયદેસર કરી દેવાયા લોકો પાસેથી કરોડો રુપિયાની આવક કરાઇ પણ પાર્કીગની સુવિધા આપવામા તંત્ર નીષ્ફળ ગયુ છે,હવે આ પોલીસી લાવી લોકોને હેરાન કરવામા આવશે.