પ્રભુભક્તિ પ્રદર્શન નહીં, આત્મદર્શન માટે કરો..

ભગવાન જેટલા ઘરડા, નિસહાય, દુઃખી, નિરાધાર, બહેરા-મૂંગા, અપંગ કે અભ્યાગતની સહાય કરવાથી રાજી થાય છે. એટલા એકેયથી રાજી નથી થતા. એટલે જ તો આપણે અહિયાં કહેવાય છે, ” જનસેવા એજ પ્રભુસેવા”! તો આ બધી પ્રવૃત્તિ જો આપણે અપનાવી જીવનમાં ઉતારી વ્રતની જેમ તેમનાં નિયમ લઇ લઈએ કે જ્યા કોઈ અસહાય હોય, કોઈ અંધ અપંગ કે નિરાધાર હોય, તેમની બની શકે એટલી સહાય કરીએ. વૃધ્ધને મદદ કરીએ કોઈ દુઃખીનાં દર્દને સાંભળી તેમને ઓછું કરીએ. ઘણીવાર કોઈની વાત સાંભળી ને જ સામેવારા ના દુઃખ ઓછા થય જતા હોઈ છે.

આ બધાથી ભગવાનનો રાજીપો મળશે. પણ આવો સમય આપણી પાસે નથી. અને વળી આનાથી આપણને ઓળખે કે જાણે પણ કોણ ? આપણે ભક્તિ કરીએ છીએ એમની જગતને જાણ કેમ થાય ? વળી જગતને જાણ ન થાય તો ભક્તિ નકામી. ના, પ્રભુ ના લાડ્વૈયા ઓ આવું નથી. હકીકતે ભક્તિમાં કપડાનો કલર નહીં પણ હૃદયનો ભાવ ફરી જવો જોઇએ. બહારનાં આકાર ફેરવવાથી બ્રહ્મ નથી બનાતું અંદરનાં આચાર શુધ્ધ થવા જોઇએ. ભક્તિ પ્રદર્શનની વસ્તુ નથી. ભક્તિ તો પ્રભુ અને ભક્ત વચ્ચે નો નિખાલસ સંબંધ છે. આપણી ભક્તિ પડખેવાળા પણ ન જાણી શકે તેવી હોવી જોઇએ. કોઈ ના માટે નહિ, પોતાના માટે ભક્તિ કરવી જોઈએ..

શરીર તો એક ભાડે થી મકાન લઇ એ તેમ છે. એક દિવસ ખાલી કરવાનું જ છે. તો ત્યાં સુધી એનો બનતો સદુપયોગ કરી, પ્રભુભક્તિ માં લીન થઈએ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *