સોશિયલ મીડિયામાં ગ્રેડ પે મુદ્દે પોલીસ કર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે. ગુજરાત પોલીસના હજારો પોલીસ કર્મચારીઓ ગ્રેડ પેની માંગણી પુરી ન થતા સરકાર સામે રોષ ધરાવે છે. ત્યારે સો. મિડીયામાં ચાલતા પોલીસ કર્મચારીઓના આંદોલનને નાથવા માટે બે દિવસ પહેલાં લૉ એન્ડ ઓર્ડરના એડીજીપીએ એક પરિપત્ર જાહેર કરીને સોશિયલ મિડીયાને લઇને પોલીસ કર્મચારીઓને આચારસંહિતાની મર્યાદામાં રહેવા માટે આદેશ આપ્યો હતો.
બાપુનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભામાં ધરણા કરવા બેઠા હતા. જેના કારણે તંત્ર દોડતુ થઇ ગયું હતુ અને કોન્સ્ટેબલની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાર્દિક પંડ્યાના આ ધારણા બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. અને તેને લઈને આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવાયું છે કે પગાર અને અન્ય ભથ્થાઓ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે.
હાર્દિક પંડયાએ કહ્યું હતું કે તે વર્ષ 2009થી પોલીસ વિભાગમાં નોકરી કરે છે અને પાંચ વર્ષ ફિક્સ પે માં પણ કામ કર્યું હતું. ગુજરાતના તમામ સરકારી વિભાગની સરખામણી કરવામાં આવે તો પોલીસ વિભાગનુ રીતસરનું શોષણ કરવામાં આવે છે. પોલીસના કામના કલાકો નક્કી નથી, પગાર ઓછો છે અને શિસ્તનું કારણ આગળ ધરીને તેમની માંગણીને પુરી કરવામાં આવતી નથી.
આજ સવારથી જ અમદાવાદના ઘણા પોલીસ સ્ટેસનના પી.આઈ. દ્વારા જે પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયામાં ગ્રેડ પે મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે તે તમામના મોબાઈલ ફોન લઇ લેવામાં આવ્યા છે.
આવા ઉપરી અધિકારીઓની દાદાગીરી છે કે એમને ઉપરથી ઓર્ડર આપવામાં આવ્યા છે..??
શું પોલીસ કર્મીઓ આંદોલન કરશે કે સરકારના આ વલણથી સમજાવટ કરશે..??
પોલીસ કર્મીઓના ગ્રેડપે મુદે સરકાર કઈ એક્સન લેશે કે તાનાશાહી ચલાવશે એ હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું..??