પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ, ફિલમ જગતના સુપરસ્ટાર નરેશ કનોડિયા (Naresh Kanodiya) અને તેમના ભાઈ મહેશ કનોડિયા (Mahesh Kanodiya) ને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેમાં “મહેશ-નરેશ સ્મૃતિના સથવારે” સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સામાજિક ન્યાય મંત્રી પ્રદીપ પરમાર,શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ હાજરી આપી હતી. આ સાથે જ રાજ્યની અનેક હસ્તીઓ પણ ઉપસ્થિત હતી, તો ગુજરાતી કલાકારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. જીગ્નેશ કવિરાજ,પાર્થિવ ગોહિલ સહિત રાજ્ય ભરના કલાકારો હાજર રહ્યાં. આ કાર્યક્રમમાં નરેશ કનોડિયાનો પરિવાર પણ જોડાયો હતો.
કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી કે, વડાપ્રધાન મોદીએ સંદેશો આપ્યો છે કે નરેશ-મહેશ કનોડિયાને આગામી 9 નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath Kovind)ના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી ( PadmaShri) એવોર્ડ આપવામાં આવશે. આ રીતે ભારત સરકાર શ્રેષ્ટ નાગરિક સન્માન દ્વારા આ બંને ભાઈઓનું મરણોપરાંત સન્માન કરશે.