ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની ૨ નવી ટીમ માટે લાગી ખરબો માં બોલી

અમદાવાદ અને લખનઉ ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League 2022)ની નવી ૨ ટીમો હશે. જેના માટે  સોમવારે દુબઈની તાજ હોટલમાં બોલી લાગી હતી.આરપીએસજીના સંજીવ ગોયન્કા, માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલી, નવીન જિંદાલ, અદાણી ગ્રુપ, કોટક ગ્રુપ, સીવીસી પાર્ટનર, ગ્રુપ-એમ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિત અનેક નામો નવી ટીમો ખરીદવાની રેસમાં હતા. પરંતુ અંતે, ગોએન્કા ગ્રુપ અને સીવીસી પાર્ટનર જીતી ગયા.

IPLમાં રાઈઝિંગ પુણે જાયન્ટ્સને ખરીદ્યા પહેલા જ સંજીવ ગોએન્કા ગ્રુપ દ્વારા લખનઉ માટે લગભગ 7090 કરોડ રૂપિયાની બોલી લગાવાઈ હતી, જ્યારે અમદાવાદ માટે આશરે 5600 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે, જે વિદેશી કંપની CVC ગ્રુપ દ્વારા લગાવવામાં આવી છે. BCCIને બે નવી આઈપીએલ ટીમો પાસેથી આશરે 7 થી 10 હજાર કરોડની કમાણી થવાની અપેક્ષા હતી, પરંતુ આ કમાણી 12 હજાર કરોડથી આગળ વધી ગઈ છે. સંજીવ ગોયન્કા ગ્રુપે આટલી મોટી બોલી લગાવીને બધાને ચોંકાવી દીધા છે.

ક્રિકેટ વર્તુળમાં એવી પ્રબળ માન્યતા પ્રવર્તતી હતી કે અદાણી ગ્રુપ જ અમદાવાદની ટીમની માલિક બનશે પણ અદાણી ઉપરાંત ટોરેન્ટ ગ્રુપ પણ તુલનાત્મક રીતે ઓછી બીડિંગ સાથે આઉટ થઈ ગયા હતા. અદાણી ગ્રુપે અમદાવાદ માટે રૂ. 5100 કરોડ અને ટોરેન્ટ ગ્રુપે 4653 કરોડની બીડ લગાવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગાંગુલી, સેક્રેકટરી જય શાહ, વાઈસ પ્રેસિડેટ રાજીવ શુક્લા અને આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલે ખાસ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *