વિશ્વની નવમી અને ભારતમાં ચોથી તથા ગુજરાતની પ્રથમ હાઇફલાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ સોમવારથી સામાન્ય જનતા માટે ખુલ્લી મુકાઈ.
વડોદરાવાસીઓ વિમાન જેવી રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાની મજા માણી શકશે. લોકોને આકર્ષવા માટે વડોદરામાં ગુજરાતની સૌપ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની છે. હાલ વિશ્વનાં 8 એવાં શહેર છે, જ્યાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ધમધમે છે. હવે વિશ્વનાં વડોદરા સહિત 9 શહેરમાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની ચૂકી છે. ઉત્તર ભારતમાં પણ પંજાબના લુધિયાણા, હરિયાણા અને ઉત્તરાખંડમાં આવી એરક્રાફ્ટની રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોટન્ટમાં પ્લેનની જેમ જ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 1.40 કરોડના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદી લીધું હતું. એના એક એક પાર્ટ્સ લાવી અહીં એને રેસ્ટોરેન્ટનો લુક આપવામાં આવ્યો છે, જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે.
102 વ્યક્તિ ભોજનનો આસ્વાદ માણી શકે એવી વ્યવસ્થા, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન અને થાઈ ફૂડની મજા, ઓરિજિનલ એરક્રાફ્ટનું ફીલ આવે એવું બનાવવામાં આવ્યું, પ્લેન ટેકઓફ થાય અને વાઈબ્રેશન થાય એ પ્રકારની અનુભૂતિ થશે