એક જ દિવસમાં ટેસ્લાના માલિક એલન મસ્કની સંપત્તિમાં ૨.૭૧ લાખ કરોડનો વધારો

હર્ટ્ઝે ટેસ્લા સાથે એક લાખ કાર ખરીદવાની સમજૂતી કરતા ટેસ્લાના માલિક એલન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં ૩૬.૨ અબજ ડોલર એટલે કે ૨.૭૧ લાખ કરોડ રૃપિયાનો વધારો થયેો છે. આ સાથે જ મસ્કની નેટવર્થ વધીને ૨૮૮.૬ અબજ ડોલર થઇ ગઇ છે.

હર્ટ્ઝે એક લાખ ટેસ્લા કાર ખરીદવાનો ઓર્ડર આપ્યો હોવાથી  ટેસ્લાનો શેર ૧૪.૯ ટકા વધીને ૧૦૪૫.૦૨ ડોલર થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે એલન મસ્ક પાસે ટેસ્લના ૨૩ ટકા શેર છે. આ સાથે જ મસ્ક પાસે રહેલા ટેસ્લાના શેરોની કીંમત વધીને ૨૬૯ અબજ ડોલર થઇ ગઇ છે.

હર્ટ્ઝે પોતાની જાહેરાતમાં જણાવ્યું છે કે તે ૨૦૨૨નાં અંત સુધીમાં ટેસ્લાની એક લાખ કારની ખરીદી પૂર્ણ કરશોે. આ જાહેરાતને પગલે ટેસ્લાના શેરનો ભાવ ૧૪.૯ ટકા વધીને ૧૦૪૫ ડોલર થઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *