રીક્ષા યુનિયન દિવાળી બાદ હડતાળ પાડશે. જી હા, જે રીતે CNGના ભાવમાં વધારો થયો છે તે જોતા રીક્ષાચાલકોએ હડતાળ પાડી રીક્ષાના ભાડામાં ઉચ્ચક વધારો કરી દીધો હતો. RTO અધિકારીએ તમામ રીક્ષા યુનિયન સાથે મીટીંગ કરી હતી.આ મીટીંગમાં મહત્વના મુદ્દાની ચર્ચા કરવામાં આવી. રીક્ષા યુનિયન આગેવાનોનું કહેવું છે કે સકારાત્મક વાતાવરણમાં આ બેઠક પૂર્ણ થઈ હતી. જેથી અત્યાર પૂરતા રીક્ષાચાલકોએ ભાડામાં કોઈ જ વધારો નહીં કરવાનો સમૂહ નિર્ણય કર્યો છે.
જો CNGના વધેલા ભાવ મુદ્દે સરકાર કોઈ કદમ નહીં ઉઠાવશે તો 31મી ઓક્ટોબરના રોજ રીક્ષા યુનિયનના આગેવાનો બેઠક કરી, દિવાળી બાદ રાજ્યભરમાં હડતાળ કરશે.