કોરોના રસીકરણમાં નબળી કામગીરી કરનારા જિલ્લાઓમાં કોવિડ-19ની ડોર ટુ ડોર ઈમ્યુનાઈઝેશન માટે આગામી મહિના દરમિયાન ‘હર ઘર દસ્તક’ (Har Ghar Dastak) અભિયાન શરૂ કરવામાં આવશે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ જણાવ્યું હતું.
માંડવિયાએ કહ્યું કે કોઈ પણ જિલ્લો એવો ન રહેવો જોઈએ જ્યાં સંપૂર્ણ રસીકરણ ન હોય. તેમણે કહ્યું, “હર ઘર દસ્તક અભિયાન ટૂંક સમયમાં નબળી કામગીરી કરનારા જિલ્લાઓમાં લોકોને સંપૂર્ણ રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા અને પ્રોત્સાહિત થવા માટે શરૂ થશે.
સરકારનું લક્ષ્ય છે કે નવેમ્બર 2021 સુધીમાં દરેક વ્યક્તિને કોરોનાનો પહેલો ડોઝ મળવો જોઈએ. મનસુખ માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ધનવંતરી જયંતિના અવસરે 2 નવેમ્બરે અભિયાન શરૂ કરવા સૂચન કર્યું છે.