વાહનોના સ્પેર પાર્ટ્સ બનાવતી એક કંપનીની એક્સિડન્ટ રીસર્ચ ટીમે છેલ્લા વીસ વર્ષમાં થયેલ માર્ગ અકસ્માતના આંકડાઓનું વિશ્લેષણ કરી માર્ગ અકસ્માતમાં થનારા નુકસાનનો અહેવાલ તૈયાર કર્યો છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં માર્ગ અકસ્માતને કારણે વાર્ષિક ૧.૧૮ થી ૨.૯૧ લાખ કરોડ રૃપિયા સુધીનું સામાજિક આર્થિક નુકસાન થાય છે. રોડ એક્સિડન્ટ સેમ્પ્લિંગ સિસ્ટમ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ૨૦૧૯માં ૭,૮૧,૬૬૮ વાહનોને અકસ્માત નડયો હતો. જેનાથી ૦.૫૭ થી ૧.૮૧ અબજ ડોલરનું નુકસાન થયું છે.
આ વર્ષની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ૫૫૨ માર્ગ અકસ્માતમાં ૪૭૩ લોકોનાં મોત થયા છે. જ્યારે ૫૮૩ લોકો ઘાયલ થયા છે. હેલમેટ પહેરવામાં બેદરકારી પણ લોકોને મોંઘી પડી રહી છે. જેના કારણે દર વર્ષે ૨૬૯ દ્વિચક્રી વાહનચાલકો મોતના મુખમાં ધકેલાઇ જાય છે.