અમેરિકી સુરક્ષા નિયમનકારોએ સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં કામ કરતી ચાઈના ટેલિકોમ કંપનીને 60 દિવસમાં દેશના બજારમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો છે.
ચીન સરકાર હસ્તકની આ કંપની અમેરિકામાં આંતરિક અને આંતરરાષ્ટ્રિય ટેલીકોમ સેવા આપી રહી છે. પરંતુ તે કંપની ગુપ્ત રીતે અમેરિકાની પોતાની જ કંપનીઓની કાર્યવાહીમાં ખલેલ પાડી રહી હતી તેટલું જ નહીં પરંતુ તે અમેરિકાની અગ્રીમ વ્યકિતઓ વિષે પણ ગુપ્ત દ્રષ્ટિ રાખતી હતી અને અન્ય જાસૂસી પ્રવૃત્તિઓમાં તથા અમેરિકાને નુકસાન પહોંચે તેવી કામગીરી કરતી હતી.
ફેડરલ કોમ્યુનિકેશન કમીશન (FCC) એ ચાયના ટેલીકોમ (અમેરિકાઝ) કોર્પો.ને કાર્યવાહી સમેટી લેવા આદેશ આપ્યો છે. તેમજ તેને અમેરિકાનાં સ્ટોક- એક્ષચેંજમાંથી પણ દૂર કરાઇ છે. ટ્રમ્પ વહીવટી તંત્રને અમેરિકનોને ચાઈનીઝ કંપનીઓમાં રોકાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે. મોટાભાગની ચીની કંપનીઓ Tencent, Alibaba, JD.com અને XD વગેરેના શેરમાં આ સમાચાર થી ઘટાડો થયો છે.