આલિયા અને રણબીરના લગ્ન આ પહેલા પણ ચર્ચામાં રહ્યા છે. બંનેના પરિવારજનો પણ લગ્નને લઈને સંમતિ આપી ચુકયા છે. રણબીર અને આલિયા એક બીજાના પરિવાર સાથે પણ ઘણી વખત નજરે પડતા હોય છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે રણબીર અને આલિયા આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે. હાલમાં રણબીર પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. એ પછી ડિસેમ્બરમાં તે નવી ફિલ્મ એનિમલનુ શૂટિંગ શરૂ કરવાનો હતો પણ તેનુ શિડ્યુલ હવે જાન્યુઆરી-2022 સુધી પાછુ ઠેલી દેવાયુ છે.
કહેવાઈ રહ્યુ છે કે, બંનેના લગ્ન ઈટાલીમાં થશે. સાથે સાથે કેટરીના કૈફ અને વિકી કૌશલ પણ ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે.