હિન્દૂ ધર્મમાં દિવાળીનું ખૂબ જ મહત્વ છે. આ અંધકાર પર પ્રકાશના વિજયનો તહેવાર છે. તેને હિન્દૂ ધર્મનો મુખ્ય તહેવાર ગણવામાં આવે છે. ધનતેરસથી લઈ ભાઈબીજ સુધી દિવાળીની ઉજવણી થાય છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી (Maa Lakshmi) અને ગણપતિ દેવનું (Lord Ganesha)નું પૂજન કરવામાં આવે છે. આ વર્ષે 4 નવેમ્બર 2021ના રોજ દિવાળી ઉજવાશે.
દિવાળીએ જ ભગવાન રામ (lord Ram) અયોધ્યા પાછા ફર્યા હતા. અયોધ્યાના લોકોએ ભગવાન રામનું દીવા પ્રગટાવી સ્વાગત અને ઉજવણી કરી હતી. સુખ-સમૃદ્ધિની કામના માટે દિવાળીથી શ્રેષ્ઠ કોઈ તહેવાર નથી. તેથી આ પ્રસંગે માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. દિવાળીની સાથે દીપદાન, ધનતેરસ, ગોવર્ધન પૂજા, ભાઈ બીજ જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
રાવણનું વધ કરીને અયોધ્યા પરત ફરેલા ભગવાન રામનું સ્વાગત દીવડા પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ સ્વાગતને દર વર્ષે દિવાળીના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ઘર બહાર રંગોળી કરવામાં આવે છે અને ઘરને દિવડાથી શણગારવામાં આવે છે. આ સાથે જ માતા લક્ષ્મીના આગમનનું સ્વાગત કરવામાં આવે છે. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કર્યા પ્રસાદ વહેંચીને એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આમ કરવાથી માતા લક્ષ્મી ઘરમાં રહે છે. જેથી વ્યક્તિના ઘરમાં પૈસાની તંગી સર્જાતી નથી.
દિવાળી 2021ની તિથિ અને શુભ મુહૂર્ત
હિન્દુ પંચાગ અનુસાર કાર્તિક મહિનાની અમાસે દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે હિન્દુ કેલેન્ડર અનુસાર કાર્તિક અમાસ 4 નવેમ્બર, 2021 (ગુરુવાર)ના રોજ છે. આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં રહેશે.
દિવાળીનું શુભ મુહૂર્ત
દિવાળી તા.4 નવેમ્બરના રોજ ગુરુવારે ઉજવાશે. અમાસની તિથિ 4 નવેમ્બર ગુરુવારે સવારે 6:03થી 5 નવેમ્બર શુક્રવારે વહેલી સવારે 02:44 સુધી રહેશે.
-તા.2 નવેમ્બર: ધનતેરસ, ધનવંતરી ત્રિપુટીદશી, યમ દીપદાન, કાળી ચૌદસ, હનુમાન પૂજા, ગોવત્સ દ્વાદશી
– તા.4 નવેમ્બર: નરક ચતુર્દશી, દિવાળી, મહાલક્ષ્મી પૂજન
-5 નવેમ્બર: ગોવર્ધન પૂજા, અન્નકૂટ,
-6 નવેમ્બર: ભાઈબીજ, યમ દ્વિતીયા
4 નવેમ્બર ગુરુવારે સવારે 06:03 વાગ્યાથી અમાસની તિથિનો પ્રારંભ થશે અને 5 નવેમ્બરના રાત્રે 02:44 વાગ્યે સમાપન થશે. જ્યારે લક્ષ્મી પૂજા મુહૂર્ત સાંજે 06:09 વાગ્યાથી રાત્રે 08:20 વાગ્યા સુધી રહેશે.
સમયગાળો: 1 કલાક 55 મિનિટ
પ્રદોષ કાળ મુહૂર્ત – સાંજે 5:34 થી 8:10
વૃષભ કાળ મુહૂર્ત – સાંજે 6:10 થી 8:06