ગાંધી આશ્રમમાં સરકાર પગપેસારો કરી શકે નહિ: તુષાર ગાંધી

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટના  મુદે હાઇકોર્ટમાં અરજી કરી છે. ગાંધી આશ્રમ ઐતિહાસિક ધરોહર હોવાથી રિડેવલોપમેન્ટ ના થઇ શકે તેવું તેમને જાહેર કર્યું છે. આશ્રમના રિડેવલોપમેન્ટથી ગાંધીજીના સિદ્ધાંતોનું ખનન થશે અને ગાંધીવાદીઓની લાગણીને આંચ આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

આ આશ્રમમાં સરકાર પગપેસારો કરી શકે નહીં તેવી પણ તુષાર ગાંધીએ રજુઆત કરી છે. સરકાર આશ્રમને હસ્તગત કરી રહી છે તે ગેરકાયદે હોવાની રજુઆત કરી છે. આશ્રમના બંધારણમાં જણાવ્યું છે કે સરકાર આમાં હસ્તક્ષેપ નહીં કરી શકે. આ અંગે ગાંધીજીના વણાટગુરૂ રામજી બઢીયાના પ્રપૌત્ર જનેશ બઢીયાએ જણાવ્યું હતું કે ગાંધી આશ્રમનું રિડેવલોપમેન્ટ કરવું યોગ્ય નથી.ગાંધીજીના વિચારો સમગ્ર વિશ્વ સુધી ફેલાયેલા છે.

ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ માટે કેન્દ્ર સરકારે 1200 કરોડ રૂપિયાનો પ્રોજેકટ શરૂ કર્યો છે. જેમાં વિશ્વસ્તરીય મુય્ઝિયમ તેમજ અદ્યતન ઓડિયો-વિઝ્યુલ લાયબ્રેરી સાથે આ નવવિકસિત સંકુલની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ આપવામાં આવશે. સાબરમતી આશ્રમની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઈ ગયો છે. ઉપરાંત આખા વિસ્તારને સાયલન્ટ ઝોન પણ બનાવવામાં આવશે. 264 આશ્રમવાસીઓના સ્થળાંતર માટે વિશેષ પેકેજ આપવામાં આવ્યું છે. આશ્રમવાસીઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટની તરફેણમાં છે. આશ્રમવાસીઓનું કહેવું છે કે સરકાર દલિત આશ્રમવસીઓની પડખે આવી છે. આશ્રમવાસીઓને મકાન આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *