અમદાવાદમાં માત્ર ૨૨ વર્ષના એક વિદ્યાર્થી દ્વારા દેશને ગર્વ અનુભવાય તેવી પહેલ કરવામાં આવી છે.
અમદાવાદના સિંગરવા ગામ માં પ્રકાશ ઠાકોર નામના ૨૨વર્શિય યુવક દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મફત ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવે છે. નાત-જાતના ભેદભાવ વગર આ ટ્યુશન ક્લાસમાં સિંગરવા અને આજુ-બાજુના ગામના ૧૩૫ થી પણ વધારે છોકરા અને છોકરીઓ આવે છે અને પ્રકાશ ઠાકોર તેમને ફ્રી માં શિક્ષણ આપે છે.
સિંગરવા ગામ ના પ્રકાશ ઠાકોર જે હાલ પોતે પણ એલ.એલ.બી ના વિદ્યાર્થી છે તે એમના ભણતર સાથે-સાથે ગામના ૧૩૫ થી પણ વધારે બાળકોને શિક્ષણ આપે છે. ગામના બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે પ્રકાશ ઠાકોર સાથે ગામના અને અજુ-બાજુના ૫૦ થી પણ વધારે લોકો આ કાર્યમાં જોડાયા છે. બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે પુસ્તક પણ ફ્રી માં આપવામાં આવે છે.
અમદાવાદના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અનિલજી ઠાકોર દ્વારા આ વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રકાશ ઠાકોર દ્વારા જ્યારે આ ફ્રિ ટ્યુશન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા તે પછી અનિલજી ઠાકોર સાથે મળીને પ્રકાશ ઠાકોર હેઠળ નિકોલ, કઠવાડા, કસુંદ, કુવાહ, દહેગામ તેમ પાંચ ગામોમાં ફ્રી ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં “એક કદમ શિક્ષણ તરફ” અભિયાન ને વધુમાં વધુ લોકો સુધી પોહંચે અને જેને શિક્ષણની જરૂર છે એ લોકો આનો લાભ લે એ દિશા અને ધ્યેય સાથે પ્રકાશભાઈ આગળ વધી રહ્યા છે. આ ઉમદા કાર્યને વિશ્વ સમાચાર પરિવાર બિરદાવે છે
Khub saras kary che.