G20 સમિટ: વડાપ્રધાન કરશે દિગ્ગજો સાથે મુલાકાત

G20 સમિટનું પહેલું સત્ર ગઈકાલે રોમમાં શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી સહિત વિશ્વના અન્ય કેટલાક નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરવા એકત્ર થયા હતા. પ્રથમ સત્રની સમાપ્તિ પછી વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે G20 સમિટ શાનદાર રહી છે.

G20 શિખર સંમેલનના (G20 Summit) પ્રથમ સત્રમાં ગ્લોબલ ઈકોનોમી અને ગ્લોબલ હેલ્થ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા માટે વન અર્થ-વન હેલ્થના (One Earth-One Health) વિઝનને વિશ્વ સામે રાખ્યું છે.

આ વખતે સમિટના એજન્ડામાં આબોહવા પરિવર્તન, કોવિડ-19 મહામારી, આર્થિક સુધાર અને વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ પર ચર્ચાનો સમાવેશ થાય છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી સહાય બાબતોના વડાએ વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓને કડક સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાની ચિંતા કરવી જોઈએ કારણ કે તેની અર્થવ્યવસ્થા બરબાદ થઈ રહી છે અને અડધી વસ્તીને ખાવા માટે પૂરતું ભોજન ન મળવાનું જોખમ છે અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *