T – 20 વર્લ્ડકપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો છે. આજે ભારતને કોઈ પણ હિસાબે મેચ જીતવી જ પડે તેવી સ્થિતિ છે. એક રીતે હવે આ મેચ ક્વાર્ટર ફાઇનલ જેવી જ થઈ ગઈ છે. અહીંથી હારનારી ટીમ માટે સેમિફાઈનલ સુધીની સફર અઘરી થઈ જશે તે પાક્કું છે માટે બંને ટીમો આજે પૂરું જોર લગાવીને રમવા ઉતરશે તે નિશ્ચિત થઈ ગયું છે.
ભારત પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે દસ વિકેટે હારી ગયું હતું. આ મેચમાં કેપ્ટન કોહલીની કેપ્ટન્સીની અગ્નિપરીક્ષા થશે. સાથે સાથે ભારતીય ખેલાડીઓ પર પણ સારું પ્રદર્શન કરવાનું દબાણ સર્જાયું હતું.