પેટ્રોલ-ડીઝલની જેમ CNGના પણ ભાવ વધ્યા છે. ત્યારે દિવાળી બાદ રીક્ષા ચાલકો હડતાલ કરવાના મુડમાં છે. હડતાળ અંગે અમદાવાદમાં રાજકોટ, વડોદરા અને સુરત સહિતના રીક્ષા આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ શહેરના યુનિયનોએ હડતાલ કરવા સમર્થન આપ્યું હતું.
દિવાળી સુધીમાં સરકાર જો કોઈ નિર્ણય નહીં લે તો ગુજરાતભરમાં હડતાલ કરવાની રીક્ષા ચાલકોએ ચિમકી ઉચ્ચારી છે. આગામી 15 અને 16 નવેમ્બરે રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરવાના છે. 21મી નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ કરશે. 9 લાખ રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે.