SUCCESS STORY with Mr. JIGAR SONI

“જીગર સોની” એટલે અમદાવાદ જવેલર્સ સેક્ટરમાં પ્રખ્યાત નામ અને “એન. એસ. જવેલર્સ” (અમદાવાદ) ના માલિક જેમણે અથાગ પરિશ્રમ કરી પોતાની આગવી છાપ સમાજમાં ઉભી કરી છે. વર્ષ ૧૯૭૦ માં એમના પિતાશ્રી એ “સોની નવીનચંદ્ર શાંતિલાલ જવેલર્સ” નામની પેઢીની સ્થાપના કરેલ અને એક ગુરુ અને માર્ગદર્શક તરીકે બંને ભાઈઓ ને જ્ઞાન આપ્યું. તે બદલ જીગરભાઈ અને નીરવભાઈ બંને એમના પિતાશ્રીના હંમેશ ઋણી છે. વર્ષ ૨૦૦૪ માં “એન.એસ.જવેલર્સ”ની સ્થાપના કરવામાં આવી. ધીરે-ધીરે એન.એસ.જવેલર્સ ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ, મેન્યુફેક્ચરિંગ,હોલસેલ ધંધામાં જબરદસ્ત સફળતા મળી અને આજ તે સૌથી વધારે કોર્પોરેટ સપ્લાયર તરીકે જાણીતા છે. સોનું, ચાંદી, ડાયમંડ, પ્લેટીન્મ, એન્ટીક, જડાઉ વગેરે દાગીના બનાવવા માટે પણ તેઓ જાણીતા છે. “Your trust in our symbol” ની માન્યતા સાથે અને દ્રઢપણે આ શબ્દને વળગીને તેઓ કામ કરી રહ્યા છીએ અને વેપારી મિત્રો દ્વારા તેમને જે પ્રેમ અને સાથ અને સહકાર આપવામાં આવેલ છે તેમજ ગ્રાહકો દ્વારા જે વિશ્વાસ સંપાદન થયેલ છે તેના પણ તેઓ આભારી છે. છેલ્લા ૧૦ વર્ષમાં જીગરભાઈ ઘણી સંસ્થાઓ સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે અને આ સંસ્થાઓનો તેઓ આભાર પણ માને છે કે જે લોકોએ તેની સાથે કામ કરવાની એક અમુલ્ય તક જીગર ભાઈને આપી. હાલ અમદાવાદ જવેલર્સ એસોસીએસન ના પ્રમુખ, ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસ્સોસિએશનના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) ચાલુ વર્ષ માં કો-ચેરમેન, જેમ્સ એન્ડ જ્વેલરી, ગુજરાત જવેલર્સ એસોસીએશન ના કમિટી મેમ્બર, CAITના ગુજરાત રિજિયન એડવાઇઝરી બોર્ડ કમિટી મેમ્બર, associated with GJC, GJEPC, અમદાવાદ વેપારી મહાજન તેમજ વિવિધ એસોસીએશનમાં હાલ પોતાની સેવા અને ફરજ આપી રહ્યા છે.

એન.એસ,જવેલર્સના માલિક જીગર સોનીએ વધુમાં જણાવ્યું હતુ કે, કોરોના કાળમાં એવું કહેવાય છે કે OLD IS GOLD, BUT GOLD IS NEVER OLD. કોરોના કાળમાં સોનાનો ભાવ અંદાજીત ૫૮,૦૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો હતો. જેમાં મોટા ભાગના લોકોએ પોતાના મેડીકલ ખર્ચને પહોચીવડવા માટે કોરોના સમયે પોતાનું સોનું ગીરવે અથવા વેચી દીધું હતું. કોરોના કાળ બાદ સોના પ્રત્યેની જે લાગણી હતી તે વધી રહી  છે. બેંક એફડી ના દર ઘટી ગયા, શેર બજાર થોડું સારું છે, એલ.આઈ.સીના દર ઘટી ગયા. આવા સમગ્ર સંજોગો લોકો દ્વારા હવે કોરોના પછી સોના પ્રત્યેનું જોશ, વલણ અને ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે.

જીગર સોની ના જણાવ્યા અનુસાર, કહેવાય છે કે ફુગાવાનો દર જેટલો વધે તેમ સોનાના ભાવ હંમેશા વધતો આવ્યો છે. આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારથી આપણે સોનાના ભાવમાં સરખામણી કરશું તો આપણને એમાંથી અંદાજો આવી જશે. આવા સમગ્ર સંજોગોમાં આવનારા વર્ષોમાં સોનાનો ભાવ ચોક્કસ પણે ૨૨૦૦ ડોલરની સપાટી સુધી પહોચશે તેવું માનવું છે. અને રૂપિયા એક લાખ સુધી સોનાનો ભાવ પહોચશે તેવું માનવું છે.

ગુરુપુષ્યનક્ષત્ર એક એવું નક્ષત્ર છે જેમાં કોઈપણ પ્રકારે રોકાણ કરનાર વ્યક્તિને હંમેશા સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે. તો આવા સંજોગોની અંદર આપણે પ્રાચીન અને પરંપરાસર અનુસાર જોઇએ તો સોનું ચાંદી કે કોઈપણ ધાતુ, જમીનમાં ત્થા વગેરેમાં રોકાણ કરવું એક અતિમુલ્યવાન ગણવામાં આવતું હોય છે.  ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદેલું સોનું ખુબજ લાભદાયી નીવડે છે અને વર્ષો બાદ આવો સંયોગ થવાથી લોકોએ પુષ્કળ પ્રમાણ માં ખરીદી કરેલ છે અને કોરોના કાળ બાદ આવું વાતાવરણ જ્વેલરી માર્કેટમાં  જોવા મળ્યો છે.

વિશ્વ સમાચાર સાથે વધુમાં વાત કરતા જીગરભાઈ એ જણાવેલ કે “હું નાનપણ થી નોકરી કરતો હતો. મારું એજ્યુકેશન ઓટોમોબાઇલ એન્જીનીયર છે.એન્જીનીયરીંગ કર્યા પછી માણેકચોક માં નોકરી કરતો હતો. મારા ભાઈએ ટ્રાવેલિંગ ખુબજ કર્યું હતું અને અથાગ મેહનત કરીને અમો બંને ભાઈઓ આટલા આગળ આવ્યા છીએ. કોઈપણ ધંધો હોય તેની journey હંમેશા મહેનતથી જ થતી હોય છે અને એક ઉંચાઈ પર પહોચીએ ત્યારે મહેનત કરવીજ પડે. એક વસ્તુ ચોક્કસ છે કે ધંધો શરુ કર્યા થી લઈને અત્યાર સુધી કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તે સુત્રને અમે અનુસરીયા છીએ અને વળગી રહ્યા છીએ. અમારા પિતાજીએ ગુરુ બનીને અમને જે કંઈપણ માર્ગદર્શન આપ્યું છે તેમના માર્ગદર્શન થીજ અમે બંને ભાઈ મહેનત કરી આગળ આવ્યા છીએ. અને અમારા માતાજીના આશીર્વાદ પણ તેટલાજ અમારી ઉપર છે.”

જીગરભાઈ સોનીએ તેમના ગ્રાહકોને શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું હતુ કે, હું ગ્રાહકોને કહેવા માંગું છું કે જેમ આપણે ગાડીમાં રોકાણ કરીએ છીએ, મોબાઈલ માં રોકાણ કરીએ છીએ, વિવિધ મોંઘી વસ્તુઓમાં રોકાણ કરીએ છીએ, મ્યુચલ ફંડ માં રોકાણ કરીયે છીએ તેમ ધીમે-ધીમે ગોલ્ડ નું રોકાણ કરો. Physical Gold માં તમારી આવકના 10% તો રોકાણ કરજો. ભવિષ્યમાં એ તમને ફાયદો આપશે અને ગમે તેવા કપરા સંજોગોમાં તમારા Physical Gold ની ડીમાંડ ક્યારેય ઓછી થવાની નથી અને આવનાર ભવિષ્યને ધ્યાન માં રાખીને બંને તેટલું ડીજીટલ પેમેન્ટ માધ્યમથી જીએસટી ભરેલું બીલ લઇ સોનાની ખરીદી કરવી. જેથી કરીને આવનારી પેઢી ને કોઈ વાંધો ન આવે.

જે વિશ્વાસ વર્ષોથી લોકોએ અમારી ઉપર રાખ્યો છે અમે પ્રયત્ન કરશું કે અમારા સર્વિસ ના માધ્યમ થી તેને જાળવી રાખીશું. આવનારું વર્ષ ખુબજ સારું અને સમૃદ્ધિ ભરેલું છે અને સોનાની અંદર ભવિષ્ય ખુબજ પ્રોગ્રેસ દેખાઈ રહી છે. હું મારા ગ્રાહકો અને વેપારી મિત્રોને દિવાળીના અભિનંદન પાઠવું છું. અને આવનાર નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને ૨૦૨૧ માં જે અમને સાથ સહકાર મળ્યો છે તેવો સાથ સહકાર અમને આવનાર વર્ષમાં મળશે તેવી હું આશા રાખું છું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *