બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક ડ્રાઈવરનું મૃત્યું
વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, આજે વહેલી સવારે એક એક પૂરપાટ ઝડપે આવી રહેલા બે ટ્રક સામ સામે અથડાયા હતા જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે અન્યને ઈજા થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો,
અકસ્માત બાદ રોડ 1 કિ.મી. ટ્રાફિક જામ સર્જાયો
આ અકસ્માતમાં વડોદરા આણંદ વચ્ચે સર્જાતા રોડ પર એક કિ.મીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જો કે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી પોલીસ તપાસમાં જે ટ્રક ડ્રાઈવરનું મોત નિપજ્યું છે ટ્રક મહારાષ્ટ્રનું પાસિંગ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રાફિકને નિયંત્રિક કરી અને મૃતક ટ્રક ડ્રાઈવરને પીએમ અર્થે ખસેડીને અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.