IT વિભાગ એક્શન મોડમાં : અનિલ દેશમુખ બાદ હવે DyCM અજીત પવાર પર કસાઈ રહેલો ફંદો…

મહારાષ્ટ્ર કેન્દ્રીય એજન્સીઓ એક્શન મોડમાં છે. પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે ડેપ્યૂટી CM અજીત પવાર પર પણ એક્શન લેવાનું શરૂ થઈ ગયું છે.

ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા અજીત પવાર સાથે સંકળાયેલી પાંચ સંપતિઓ સીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સંપતિઓ લગભગ એક હજાર કરોડ કરતાં વધારે રકમની હોવાનું માનવામાં આવે છે.

12 કલાકની પૂછપરછ

મહારાષ્ટ્રમાં વસૂલી કાંડ મામલે EDએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ કરી છે. 12 કલાકની પૂછપરછ બાદ EDએ દેશમુખની ધરપકડ કરી છે.

દેશમુખે કોઈપણ સવાલનો સંતોષજનક જવાબ ન આપતાં ધરપકડ કરવામાં આવી હતી. અને હવે અનિલ દેશમુખને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ ધરપકડ પહેલા અનિલ દેશમુખે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. સાથે જ અન્ય આરોપીઓના નિવેદન પણ દેશમુખ સામે મુકવામાં આવ્યા જેની આ ગુનામાં સંડોવણી હતી. જોકે દેશમુખે એક પણ સવાલનો જવાબ ન આપતાં તેમની ધરપકડ કરવામાં આવી. દેશમુખ પર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *