પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 14 નવેમ્બરે દુબઈ માં આયોજિત T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા જશે. પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવાલય દ્વારા મળેલી માહિતી અનુસાર, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી એ મમતા બેનર્જીને ક્રિકેટની ફાઈનલ મેચ જોવા માટે આમંત્રણ આપ્યું હતું, જેને મમતા બેનર્જીએ સ્વીકારી લીધું છે અને તે હવે ફાઈનલ મેચ જોવા માટે દુબઈ જશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને દુબઈ આવવા આમંત્રણ આપ્યું હતું. તેમને ખુદ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખાસ આમંત્રણ આપ્યું હતું. જે આમંત્રણને સ્વીકારીને મમતા બેનર્જીએ દુબઈ જવાનું નક્કી કર્યું છે.