અમદાવાદમાં શહેર બાદ હવે ગામડામાં પણ શિક્ષણ નું પ્રમાણ ખુબજ ઝડપથી વધી રહ્યું છે. તેવામાં ઠાકોર સમાજ દ્વારા “ફ્રી શિક્ષણ અભિયાન” શરુ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સિંગરવા ગામ બાદ હવે કઠવાડા ગામ માં પણ ફ્રી ટયુશન ક્લાસ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદના કઠવાડા ગામ માં રહેતા બે ભાઈ-બહેન દ્વારા ફ્રી શિક્ષણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. કઠવાડા ગામ ના કોમલ ઠાકોર અને તેમના ભાઈ બળવંત ઠાકોર દ્વારા ૪ મહિનાથી કઠવાડા ગામ માં ફ્રી ટયુશન ક્લાસ ચલાવવામાં આવે છે. આ ટયુશન ક્લાસ શરુ કરતી વખતે માત્ર ૧૦ વિદ્યાર્થી જ હતા પણ આજે આ સંખ્યા વધીને ૭૦ સુધી પહોચી છે.આ ટયુશન ક્લાસમાં કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવે છે. તેટલુંજ નહિ આ ટયુશન ક્લાસમાં પુસ્તક, ચોપડા, રમકડા, નાસ્તો, વગેરે ચીજ વસ્તુઓ પણ ફ્રી માં આપવામાં આવે છે. ટયુશન ક્લાસમાં દરેક વિદ્યાર્થીને કોઇપણ જાતની તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે.
ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના અમદાવાદના પ્રમુખ અનીલજી ઠાકોર (નીકોલવાળા ) નો આ ફ્રી શિક્ષણ અભિયાનમાં સૌથી વધુ સાથ સહકાર મળ્યો છે. અનીલજી ઠાકોરે આ ફ્રી ટયુશન ક્લાસમાં વિદ્યાર્થીઓને કોઇપણ વસ્તુની ખોટ નથી પાડવા દીધી. અનીલજી ઠાકોરે આ ટયુશન ક્લાસમાં બાળકોના મનોરંજન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરેલ છે. આ ઉપરાંત બાળકો ને ભણવા માટે જે કોઈપણ વસ્તુની જરૂર પડતી તેની સુવિધા અનીલજી ઠાકોર દ્વારા તરત જ કરવામાં આવે છે. બાળકોને ભણવામાં કોઈ તકલીફ ના પડે તેના માટે તેઓએ વિદ્યાર્થીઓને પુસ્તક તેમજ જરૂરી સ્ટેશનરી પણ પૂરી પાડી છે. ત્યારબાદ અનીલજી ઠાકોરે દિવાળીના શુભ તહેવાર નિમિતે વિદ્યાર્થીઓને ફટાકડા અને વિદ્યાર્થીઓના પરિવારને મીઠાઈ પણ આપી હતી. આ ફ્રી ટયુશન ક્લાસ માં અનીલજી નો ખુબજ મહત્વનો ફાળો રહ્યો છે.તેમણે આ ટયુશન ચલાવનાર બળવંત ઠાકોર અને તેમના બહેન કોમલ ઠાકોર ને આ ફ્રી ટયુશન ક્લાસ ચાલુ કરવા માટે ઘણીબધી રીતે મદદરૂપ થયા છે.
બળવંત ઠાકોર અને તેમના બહેન કોમલ ઠાકોરનું આ ફ્રી ટયુશન ક્લાસ ચાલુ કરવા પાછળનું મુખ્ય કારણ એ છેકે ગામના છોકરા-છોકરીઓ ભણીગણી ને આગળ વધે અને બીજાને વિદ્યાર્થીઓને મદદરૂપ બંને.
બળવંત ઠાકોર તેમના બહેન કોમલ ઠાકોર અને ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના અમદાવાદ પ્રમુખ અનીલજી ઠાકોર ના આ ઉમદા કાર્યને વિશ્વ સમાચાર બિરદાવે છે.