આજે રાત્રે અને કાલે, સવારે ભારતભરના હિન્દુઓ કાળી ચૌદશ ઉજવશે. વાસ્તવમાં આ ચતુર્દશીનું નામ તો ‘દેવ ચતુર્દશી’ છે તે દેવાધિદેવ મહાદેવની આરાધનાનો અવસર છે. સાથે, તેઓનાં પત્ની દુર્ગા-ભવાની જેઓનું એક સ્વરૂપ કાલીકા છે, તેની પણ આરાધનાનો આ અવસર છે.અર્ધ-નારીશ્વર તે પુરૂષ અને પ્રકૃતિનાં પારસ્પરિક પરિવર્તનનું નિરૂપણ છે.
પુરાણકથા અનુસાર, બે રાક્ષસો ચંડ અને મુંડે બ્રહ્મા પાસે વરદાન માગ્યું હતું કે દેવો કેકોઈપણ પુરૂષ તેમને મારી ન શકે, ત્યારે બ્રહ્માએ પૂછ્યું કે કોઈ મહિલા મારી ન શકે તેવું કેમ નથી માગતા ? ત્યારે કહ્યું કે મહિલાઓનો અમને ડર નથી. ત્યારે, દેવોએ માતા દુર્ગામાંને પ્રાર્થના કરી કે આમ તેઓનો નાશ કરો. માતાજીએ તે પ્રાર્થના સ્વીકારી પણ ખરી. પુરાણ કથા પ્રમાણે, માતાજીએ, ચંડનો નાશ કર્યો. ખડગથી તેનો શિરછેદ કર્યો, તેથી તેઓ ‘ચંડી’ કહેવાયાં હવે મુંડને ક્રોધ આવ્યો તે માતાજી સામે યુદ્ધે ચઢ્યો પરંતુ, તેઓને પરાજિત ન કરી શક્યો, તેથી તેણે મુખમાંથી અગ્નિ કાઢી માતાજીનાં વસ્ત્રો બાળી નાખ્યાં. પરંતુ સુવર્ણની કટિમેખલા સાથે, બાંધેલી સુવર્ણની ઝૂલને લીધે, માતાજીની ‘લજ્જા’ તો ઢંકાઈ રહી પરંતુ માતાજીનું સમગ્ર અંગ શ્યામ વર્ણી થઇ ગયું. અગ્નિ કૈં માતાજીને બાળી શક્યો નહીં પરંતુ માતાજીને શ્યામવર્ણી બનાવી દીધાં. હવે માતાજીનો ક્રોધ નિર્બંધ થઇ ગયો. કારણ કે, તેઓને મુંડે નિર્વસ્ર કરી નાખ્યાં હતાં. તેઓએ મુંડનું મસ્તક તો કાપી નાખ્યુંપરંતુ પછી હ્રું હ્રું હ્રું હ્રું તેમ હ્રું કાર કરતાં ખડગ સાથે દોડી રહ્યાં.
ચંડ-મુંડની રાક્ષસ સેનાનો તો તેઓએ નાશ કરી જ નાખ્યો, પછી પૃથ્વી ઉપર ઘૂમવા લાગ્યાં. દેવોને ભીતિ લાગી કે માતાજી સર્વનાશ કરી નાખશે. દાનવોનો તો નાશ કર્યો હવે માનવો અને પછી દેવોનો પણ નાશ કરી નાખશે. માતાજીહજી દાનવોનો નાશ કરી રહ્યાં હતાં ત્યાં જ દેવો દોડયા. ભગવાન સામ્બ સદાશિવ પાસે, તેઓને પ્રાર્થના કરી શકે આપ જ, માતાજીને રોકી શકશો બીજા કોઈનું કામ નથી. આથી ભગવાન શંભુ માતાજીને રોકવા તેઓની સામે ગયા પરંતુ માતાજીના ક્રોધથી લગભગ ‘અંધ’ બન્યાં હતાં. તેઓએ ભગવાન શંકરને પણ ધક્કો મારી પછાડી દીધા અને તેઓની છાતી ઉપર પગ મૂકી તેઓનું મસ્તક કાપવા જતા હતાં ત્યાં જોયું કે આ તો ‘એ’ છે. માતાજીની જીભ બહાર નીકળી ગઈ.
મનમાં થયું ‘હાય ! હાય ! હું શું કરી નાખત ?’ માતાજીએ ભગવાનની છાતી ઉપરથી પગ લઇ લીધો ભગવાન ઉભા થયા. માતાજીને કહ્યું ‘દેવી શાંત થાવ શાંત-થાવ, આપના ક્રોધાગ્નિથી નિર્દોષો માર્યા જશે.’ માતા દુર્ગા જેઓ શ્યામ બની જતાં મહાકાલી કહેવાયાં હતાં તેઓ પોતાના પતિદેવની ‘વિનંતિ’થી શાંત થયાં. જગત રાક્ષસોથી મુક્ત થયું હતું તે માતાજીના ક્રોધાગ્નિમાંથી પણ બચી ગયું. ત્યાં સામે જ સ્મશાન હતું.
ભગવાન અને માતાજી બંને ત્યાં ગયાં. અને મંત્રોચ્ચાર કરવા લાગ્યાં. તે દીવસ દીપોત્સવી પહેલાંનો દીવસ હતો.વાસ્તવમાં તે ‘દેવ-ચતુર્દશી’ કહેવાતો હતો. પરંતુ આ ઘટના પછી તે દીવસ કાળી ચૌદશ કહેવાય છે. માતાજી અને ભગવાન બંને ધ્યાનસ્થ બન્યાં, ત્યારે પેલાં ભૂત-પ્રેતો જે સ્મશાનમાં ઘૂમી રહ્યાં હતાં. તેઓ પણ માતાજી અને ભગવાનનાં તપોબળથી વશ થઇ ગયાં તેથી તો ભગવાન શંકરને ‘ભૂતનાથ’ કહેવાય છે. કાળીકા માતાને ભૂત-પ્રેતનાં અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. તાંત્રિકો તેથી જ આ દીવસને, ભૂત-પ્રેતની આરાધના માટેનો ‘શ્રેષ્ઠ’ દિવસ માને છે. વિશેષતા તે દીવસ કાળી ચૌદશની રાત્રીને તાંત્રિક ઉપાસનાના પ્રારંભ માટેની શ્રેષ્ઠ રાત્રી માનવામાં આવે છે.
આ તો થઈ, પુરાણ કથાની વાત હવે જરા ઇતિહાસ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ ब्र- ब्रम्. જે ફેલાયેલું છે તે બ્રહ્મ તે અંડાકાર છે માટે ‘બ્રહ્માંડ’ તેવો શબ્દ છે માટે શિવલિંગ અંડાકાર રાખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિએ તેને ‘પુરુષ’ તરીકે કલ્પેલ છે. જે કલ્પના મૂળ તો સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આવી છે. જ્યાં ભગવાન પશુપતિની અર્ચના થતી હતી. તેઓનાં પત્નીની પરિકલ્પના પણ સિંધુ-ખીણ અને હરપ્પાની સંસ્કૃતિઓએ આપી જેને આર્યોએ સ્વીકારી લીધી. તે બંનેને પોતાનાં દેવ-દેવી તરીકે સ્વીકાર્યાં. આ સાથે ‘અર્ધનારીશ્વર’ની પણ પરિકલ્પના આપી, પુરૂષ અને પ્રકૃતિનાં પારસ્પરિક પરિવર્તનની વાત કહી. વાત સીધી અને સાદી છે. મેટર અને એનર્જી. પરસ્પરમાં પરિવર્તિત થાય છે. તે મહામતા આઈન્સ્ટાઇનાં સૂત્રને બરોબર બંધ બેસે છે. આમ માસ અને એનર્જી પરસ્પરમાં, પરિવર્તિત થઇ શકે છે. જે કેટલાંક વર્ષો પહેલાં આલ્પ્સ, અને ફ્રાંસના જ્યુરામાઉન્ટન્સ વચ્ચે, લાંબી ટનલ બનાવી સ્ટીલનાં જાડાં પતરાં ઉપર LASER (Light Amplitication by Stimulated Emmission of Radiation) નાં કીરણો છોડી કરાયેલા CERN experiment દ્વારા સિદ્ધ થઇ ગયું છે. જો કે પહેલી વખત તો એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થઇ કે પ્રયોગ પડતો મુકવો પડયો હતો. બીજા પ્રયોગ સમયે એક કણ partical ઉત્પન્ન થયું. જે ગોડ-પાર્ટિકલ કહેવામાં આવ્યું.
હા ! સંભવિત જ છે કે, પ્રાચીન યુગમાં યા કૈં શક્ય જ ન હતું. પરંતુ ધ્યાન દ્વારા ઋષિ-મુનીઓએ આ જ્ઞાાન પ્રાપ્ત કર્યું હશે. તેમ માની શકાય. કારણ કે, વિશ્વના કોઈ પણ પ્રાચીન કે, અર્વાચીન યુગમાં પણ અર્ધનારીશ્વરની પરિકલ્પના જ જોવા મળતી નથી.
ફરી પેલાં કાળનાં બિંદુ ઉપર જઇએ તો તે બિંદુ પરાવલયકારે સતત ફર્યા કરે છે તે સતત આગળ જ જાય છે. માટે તો રૂદ્ર અષ્ટાધ્યયમાં તેને समवर्तत अग्रे તેમ કહ્યું છે, તે બિંદુ તે જ Perfect present છે. પાછળ રહેલું બિંદુ તે ભૂતકાળ છે હવે આવનારૂં બિંદુ તે ભવિષ્યકાળ છે. આ બિંદુ તે જ મહાકાળ માનવામાં આવે છે. કાળ Time એક dimention પરિમાણ છે. Time is the fourth climention ને પરિમાણ તરીકે પુરૂષ શિવ છે, સાથે તે Energy પણ છે. જો તે ઊર્જા ન હોય તો સતત ફરી જ કઇ રીતે શકે, માટે તે એકી સાથે બે સ્વરૂપ ધરાવે છે. (૧) પરિમાણ તરીકેનું (૨) ઉર્જા તરીકેનું એક મહાકાળ તરીકેનું બીજું મહાકાળી તરીકેનું) શી અદ્ભૂત પરિકલ્પના છે ?It is just mind boggling
અંતમાં ભૂત પ્રેતની વાત લઇએ તો તે માનવીની વાસ્તવમાંથી ઉદ્ભવે છે. ભૂત-પ્રેત કોઈ ‘ગપ’ નથી. સત્ય છે. માતા મહાકાલીને તેઓ આરાધે છે. તે પુરાણ કથા છે. આ ભૂત-પ્રેતોને થયું કે અમારે નાચવું છે તો ભગવાન સામ્બ સદાશિવે કહ્યું આવો મારી સાથે નાચો નરસિંહે ગાયું ‘અગડબંબં ડીમાક-ડાક વાગે ડમરૂ નાચે સદાશિવ આદ્યગુરૂ’ તે થઇ પ્રેમલક્ષણા ભક્તિની વાત. આ પૂર્વે પુરાણકથા પણ જોઈ પરંતુ, વિજ્ઞાાન કથા તે સત્ય છે.
Time Dimention રૂપે મહાકાળ છે. જ્યારે તે Energy તરીકે महाकाली છે.
આજની આ દેવ ચતુર્દશીના સમયે તે મહાકાલ અને મહાકાલીને પ્રણમીને વીરમીએ.