2022માં ગુજરાત કોંગ્રેસનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્લાન

છેલ્લા એક દાયકાથી  ગુજરાત કોંગ્રેસ પાર્ટી  ઉત્તરોતર નબળું થઇ રહ્યું છે. તેની વિરૃધ ગુજરાત ભાજપ વધારેમાં વધારે મજબુત બની રહ્યું છે. વારંવાર હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસને હવે સમજાયું કે જ્યાં સુધી સંગઠન મજબુત નહિ હોય ત્યાં સુધી સારા પરિણામો નહિ મળે. આ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસે ભાજપના પેજ પ્રમુખનો મુકાબલો કરવા સંયોજકની રણનીતિ અપનાવી છે. અત્યાર સુધી ૪૦,૦૦૦ સંયોજકોની નિમણુંક પણ કરવામાં આવી છે.

 

કોંગ્રેસ સંયોજકની ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ….

કોંગ્રેસની વારંવાર હારના કારણોમાં મુખ્ય કારણ ગુજરાતમાં બુથ સુધીનું સંગઠનના હોવાનું બહાર આવતું આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીના સંગઠનની નબળી કડીને વધારે મજબુત કરવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સંયોજકની નવી  રણનીતિ લઇને આવ્યા છે. જે કોંગ્રેસ પાર્ટીના નબળા સંગઠનને મજબુત બનાવશે. ગુજરાત કોંગ્રેસ સંગઠનનું વિકેન્દ્રીકરણ કરી પીરામીડ સ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે. જેમાં તાલુકા અને જીલ્લા પંચાયત સીટ દીઠ સંયોજક બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે મહા નગર પાલિકા વિસ્તારમાં પોલીંગ બુથને સેક્ટરનો દરજ્જો આપી સેક્ટર દીઠ સંયોજક બનાવવામાં આવ્યા છે. સંયોજકોની નીચે કોંગ્રેસ અગાઉ જ જાહેર કરાયેલ બુથ દીઠ જનમિત્રોને રી-શફલ કરવાની કામગીરી કરી રહી છે.  ભાજપના પેજ પ્રમુખની જેમ કોંગ્રેસ પેજ પ્રભારી પણ બનાવશે.

કોંગ્રેસ “મારું બુથ, મારું ગૌરવ”, “બુથ જીતીશું, ૨૦૨૨ જીતીશું”ના સૂત્ર સાથે ચૂંટણીઓમાં ઝંપલાવશે

કોંગ્રેસ સંગઠનને મજબુત કરવા માંગતું હોવાથી જ “મારું બુથ, મારું ગૌરવ”, “બુથ જીતીશું, ૨૦૨૨ જીતીશું”ના સૂત્ર સાથે જ ચૂંટણીઓમાં ઝંપલાવશે. સંગઠનમાં નવી નિમણૂંક પામેલ સંયોજકોનો કામ કરવાનો વિસ્તાર સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. એમને એ કામ સિવાય બીજા અન્ય કામ કરવાના નહીં રહે. જો કામની વાત કરવામાં આવે તો સંયોજકોએ પક્ષના કાર્યક્રમોને તાલુકા-જિલ્લા કક્ષાએ સારી રીતના આયોજિત કરાવવા, પક્ષની વિચારધારાને બુથ સુધી પહોંચાડવી. આ સિવાય સૌથી મહત્વની ગ્રાસરૂટ લેવલે પોતાના વિસ્તારમાં કામ કરતા કાર્યકર્તાઓની મનદુઃખ કે અન્ય લાગણીઓને પક્ષના મોવડી મંડળ સુધી પહોંચાડવાની મહત્વની કામગીરી રહેશે. હવેથી કોંગ્રેસના સંગઠનમાં સંયોજકની પોસ્ટ કાયમી કરવામાં આવશે. જે સંગઠનને જોડી રાખવા કામ કરશે

 

૩૫,૦૦૦ સંયોજકો અને ૫૨,૦૦૦ બુથ પરના જનમિત્ર કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવશે!

કોંગ્રેસે ૩૫,૦૦૦ વધુ સંયોજકો બનાવ્યા છે. જેમને મહત્વ આપવા માટે સંયોજકનું આઈકાર્ડ પણ આપવામાં આવ્યું છે. ગુજરાતના જિલ્લા પંચાયતની ૧૦૯૮ બેઠકો પર, તાલુકા પંચાયતની ૫૨૨૦, મહાનગર પાલિકા વિસ્તારમાં ૩૪૩૧ અને નગરપાલિકાઓમાં નિમણુંકો આપી તેમને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય કોંગ્રેસે રાજ્યના તમામ ૫૨,૦૦૦ બુથ પર એક પુરુષ અને એક સ્ત્રી જનમિત્રની રણનીતિ અપનાવી છે. સંયોજકો વર્ષ ૨૦૨૧ ના અંત સુધી તાલીમ સાથે જ્યારે જનમિત્રોને માર્ચ સુધી નિમણૂંક આપી કોંગ્રેસ વધારે સારા સંગઠન સાથે ૨૦૨૨માં ૨૭ વર્ષના વનવાસને પૂરો કરવા મેદાને ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *