આ વર્ષે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન માટે 5 શુભ મુહૂર્ત રહેશે. દિવાળીએ પૂજા કરતી સમયે લક્ષ્મી મંત્રનો જાપ જરૂર કરવો જોઇએ. મંત્ર જાપ કરવાથી પૂજા જલ્દી સફળ થઇ શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રીલક્ષ્મી દ્વાદશનામ સ્ત્રોતનો પાઠ પણ કરી શકાય છે. આ સ્ત્રોનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઇ શકે છે અને ભક્તની ઇચ્છા પૂર્ણ કરી શકે છે.
દિવાળીએ લક્ષ્મીપૂજા પહેલાં સ્નાન કરો. સાફ વસ્ત્ર પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરો. દેવીને કમળ અને લાલ ગુલાબના ફૂલ અર્પણ કરો. વસ્ત્ર, પુષ્પહાર, કંકુ વગેરે પૂજન સામગ્રી ચઢાવો. ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. લક્ષ્મી મૂર્તિ સામે આસન લગાવીને બેસવું અને સ્ફટિકની માળાની મદદથી 108 વાર મંત્રનો જાપ કરો. આસન કુશનું હોય તો વધારે સારું.
દિવાળીના દિવસે દીવાનું પૂજન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે લક્ષ્મી પૂજા કરતા પહેલાં કળશ, ભગવાન ગણેશ, વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર અને દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે દિવાળીના દિવસે તુલા રાશિમાં ચાર ગ્રહોના આવવાથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આ દિવસે કરવામાં આવતી પૂજાનું શુભફળ જ મળશે.
કઈ જગ્યાએ કેવો દીવો પ્રગટાવવો–
દિવાળીએ લક્ષ્મી પૂજામાં ઘીનો દીવો પોતાની ડાબી બાજુ, તેલનો દીવો પોતાના જમણા હાથ તરફ પ્રગટાવવો જોઈએ. પૂજા કરતી સમયે દીવો ઓલવાઈ જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. દીવો ભગવાનની મૂર્તિની એકદમ સામે જ પ્રગટાવવો જોઈએ. જો દીવો ઓલવાઈ જાય તો ભગવાન પાસે માફી માગીને ફરીથી તેને પ્રજ્જવલિત કરવો.
ઘીના દીવામાં રૂની દિવેટ રાખવી-
પૂજામાં જે દીવો અંડિત થઈ જાય, તેને પ્રગટાવવો જોઈએ નહીં. દીવો જ નહીં, પરંતુ કોઈ પણ અંડિત સામગ્રી પૂજામાં ઉપયોગમાં લેશો નહીં. પૂજા માટે ખંડિત સામગ્રી શુભ માનવામાં આવતી નથી. ઘીના દીવા માટે સફેદ રૂની દિવેટનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તેલના દીવા માટે લાલ દોરાની દિવેટ વધારે શુભ રહે છે.
દીવો પ્રગટાવતી સમયે આ મંત્રનો જાપ કરો-
शुभम करोति कल्याणं, आरोग्यं धन संपदाम्, शत्रु बुद्धि विनाशाय, दीपं ज्योति नमोस्तुते।।
માન્યતા છે કે આ મંત્રના જાપ સાથે દીવો પ્રગટાવવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાયેલી રહે છે અને વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરની આસપાસ નકારાત્મક ઊર્જાનો પ્રભાવ દૂર થાય છે.