રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા સરકારે રાજ્યમાં 6 સ્થળો પર હેલીપોર્ટ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. હેલિપોર્ટ શરૂ કરવા માટે પ્રવાસન સ્થળ પર નક્કી કરી લેવામાં આવ્યા છે. જેથી હવે પ્રવાસીઓ ગુજરાતમાં ફરવા માટે હેલિકોપ્ટર સુવીધાનો પણ ઉપયોગ કરી શકશે.
રૂપિયા 20 કરોડના ખર્ચે સરકાર દ્વારા કુલ 6 સ્થળો પર હેલીપોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેમા આગામી એક વર્ષમાંજ આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હાંસોલ ખાતે આ હેલીપોર્ટ માટે જમીન નક્કી કરવામાં આવી છે.
અમદાવાદ, સાપુતારા અને અંબાજીમાં બનશે હેલીપોર્ટ, આ પ્રોજેક્ટની જવાબદારી ગુજસેલને સોંપવામાં આવી છે.