આજે જલારામ જયંતિ: શ્રી રામના અનન્ય ભક્ત રાજકોટમાં જનમ્યાં હતા

વર્ષ 1799 માં ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર ગામમાં બાપાનો જન્મ થયો હતો.

શ્રી રામના અનન્ય ભક્ત કહેવાતા જલારામ બાપાના (Jalaram Jayanti) જીવનમાં શ્રી રામ વિશે એવી દરેક પ્રકારની ઘટનાઓ બની હતી, જેને જોઈને કોઈ સરળતાથી વિશ્વાસ નહીં કરે. ભગવાન શ્રી રામના વિશિષ્ટ ભક્ત અને મહાન સંત જલારામ બાપાની 222મી જન્મજયંતિ (Jalaram Bapa Jayanti 2021) આ વર્ષે 11 નવેમ્બર 2021ના એટલે કે આજે મનાવવામાં આવી રહી છે.

જલારામ બાપનો જન્મ વર્ષ 1799 માં ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. જલારામ બાપાના માતા ધાર્મિક હતા, જેઓ સાધુ-સંતોની સેવા કરતા હતા. તેમની સેવાથી પ્રસન્ન થઈને સંત રઘુવીર દાસજીએ તેમને આશીર્વાદ આપ્યા હતા કે તેમના બીજા પુત્ર જલારામ ભગવાનની ભક્તિ, સાધુ પ્રત્યેની ભક્તિ અને માનવ સેવાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કરશે.

જલારામ બાપાએ ‘સદાવ્રત’ કેન્દ્રમાં લોકોને અવિરત ભોજન ખવડાવવાનું ચાલુ રાખ્યું. બાપાના મૃત્યુને સેંકડો વર્ષ વીતી ગયા છે, પરંતુ આજે પણ જલારામના શિષ્યો વીરપુરમાં ‘સદાવ્રત’ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *