ગુજરાતના CM ભપેન્દ્ર પટેલ કચ્છમાં સ્નેહમિલનમાં હાજરી આપવા ભુજ આવ્યા હતા. તે ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છના સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરી પુજન કર્યુ હતુ. ત્યારપછી ભાજપના કાર્યક્રરો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી અને નર્મદા જશે. જ્યાં નક્કી કરેલા કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારબાદ મુખ્યમંત્રી આગળ ગુજરાતના અનેક શહેરોમાં જવાના છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બુધવારથી રાજ્યના ૧૬ શહેર તથા જીલ્લાના પ્રવાસ પર છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોટાભાગના જિલ્લાઓમાં સ્નેહમિલન સંમેલન કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરશે. આ પ્રવાસમાં સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે વાતચીત કરશે. આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ૧૨ નવેમ્બરે બનાસકાંઠા અને મહેસાણામાં, ૧૩ નવેમ્બરે સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં, ૧૪ નવેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં, ૧૫ નવેમ્બરે ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરમાં, ૧૬ નવેમ્બરે પંચમહાલ, મહિસાગર અને વડોદરામાં સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.