અમદાવાદમાં કોરોના કેસોએ ચિંતા વધારી, 24 કલાકની અંદર 40 કેસો નોંધાયા

કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ અમદાવાદમાં અચાનક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. જે કોરોના કેસો 3થી 5 આવતા હતા તે 4 ગણા વધ્યા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 14 કેસો નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં 234 એક્ટિવ કેસો અને 07 દર્દી વેન્ટિલેટર પર છે. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું નથી. અમદાવાદ ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3 કેસો નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 234 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 227 કેસો સ્ટેબલ છે, જ્યારે વેન્ટિલેટર 07 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,090 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે કુલ 8,16,542 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા 11 નવેમ્બરના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી એ મુજબ છેલ્લા 24 કલાકમાં 40 પોઝિટિવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસોની આ સ્થિતિ ચિંતાજનક છે. નવેમ્બર માસમાં અગાઉના મહિના કરતા કોરોના કેસોમાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *