આ સૃષ્ટિમાં જો કોઈ મહામાનવનો એક જ દિવસે જન્મ, એક જ દિવસે જ્ઞાાનપ્રાપ્તી અને એક જ દિવસે નિર્વાણ સર્વ રીતે એક જ દિવસ હોય તો તે છે, અલૌકિક અને અદ્ભુત જ્ઞાાન ધરાવનાર ગૌતમ બુધ્ધ.
બુધ્ધ ભગવાનનો જન્મ વૈશાખ મહિનાની પુનમે, તેમને જ્ઞાાન પ્રાપ્ત થયું. વૈશાખ મહિનાની પૂનમે અને તેમનું મૃત્યુ પણ થયું વૈશાખ મહિનાની પૂનમે, આજ બતાવે છે કે તેઓ પરમાત્મા જ હતા. આનાથી મોટો પુરાવો શું ભારતના ધર્માત્માઓ અને પુરોહિતોને જોઈએ છે. જગતમાં આવું ક્યાંય અલૌકિક અને અદ્ભુત સામ્ય જોવા મળ્યું નથી.
જગતના અનેક દેશોએ આ મહા માનવના જ્ઞાાનનો સહર્ષ સ્વીકાર કર્યો છે. જ્યારે તેમના જન્મ સ્થળના દેશના પુરોહિતો અને ધર્માત્માઓનો પોતાનો માત્ર ને માત્ર સ્વાર્થ ઘવાતો હતો તેથી બુધ્ધના અને મહાવિરના સત્ય સ્વરૂપ ધર્મનો ઇનકાર કર્યો છે, તે સત્ય હકિકત છે, શંકરાચાર્યના ગુરુ પણ બુધ્ધ ધર્મના હિમાયતી હતા.
ભારતમાં આ બન્ને મહામાનવોના વિચારને મુર્તિમંત થવા દીધા જ નહી, અને તેમના સત્ય વિચારને સ્થાન મળ્યું નહી, આ બન્ને મહામાનવો કર્મ ક્રિયા, કર્મકાંડ અને યજ્ઞા યાગાદી બાહ્યાચારોથી કદી પણ પરમાત્માની આંતરિક અનુભુતી શક્ય બને જ નહી તેમ સ્પષ્ટ માનતા હતા અને તેજ સત્ય છે.
પરમાત્માની અનુભુતી માટે તો આંતર શુધ્ધિ જ જોઈએ અને એ જ પરમ શાંતિ અને આનંદ પામવાનો માર્ગ છે, આ બંને મહામાનવોએ આંતર શુધ્ધિનો માર્ગ જગતને બતાવ્યો છે, તે સત્ય છે.