આઝાદી કા અમૃત મહોત્સવની મોબાઈલ એપ લોન્ચ કરાઈ

શુક્રવારે કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી (Ministry Of Culture) મીનાક્ષી લેખીએ આ મોબાઈલ એપ લોન્ચ કરી. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તમામ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. વર્ષ 2022 માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આઝાદી કાઅમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે કેન્દ્ર સરકારની પહેલ છે.

મીનાક્ષી લેખીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વંદે ભારતમ સમૂહ નૃત્ય સ્પર્ધા 17 નવેમ્બર, 2021થી જિલ્લા સ્તરે શરૂ થશે. તેમણે કહ્યું કે આ સ્પર્ધા જિલ્લા, રાજ્ય, ઝોન અને આંતર-ઝોન/રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવશે અને રાષ્ટ્રીય સ્તરે અંતિમ સ્પર્ધા 19 ડિસેમ્બર 2021ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રતિભાગીઓ નૃત્યની ચાર શ્રેણીઓમાં પરફોર્મ કરી શકે છે – ક્લાસિકલ, ફોક, ટ્રાઇબલ અને ફ્યુઝન/કન્ટેમ્પરરી.

મોબાઈલ એપમાં ‘What’s New’ અને ‘Weekly Highlights’ જેવા વિભાગો છે જેમાં પ્રોગ્રામ સંબંધિત અપડેટ્સ હશે. આ સિવાય એપમાં ઈતિહાસ સાથે જોડાયેલ એક સેક્શન પણ હશે, જેમાં લોકોને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા લોકો વિશે જણાવવામાં આવશે. આ સિવાય અલગ-અલગ મંત્રાલયો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ઉજવવામાં આવતા કાર્યક્રમોની માહિતી પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *